Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : જર્મન એમ્બેસેડરે સીએમ પટેલની સૌજન્ય મુલાકાત લીધી; વેપાર-વણજના સંબંધો વિકસાવવાની દર્શાવી ઉત્સુકતા

જર્મન એમ્બેસેડર શ્રીયુત વોલ્ટર-લિંડનેર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી.

X

જર્મન એમ્બેસેડર શ્રીયુત વોલ્ટર-લિંડનેર ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. જર્મન એમ્બેસેડર શ્રીયુત વોલ્ટર-લિંડનેર અને મુંબઇમાં જર્મનીના કોન્સ્યુલ જનરલ શ્રીયુત જુર્ગેન મોર હર્દે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. જર્મન એમ્બેસેડર ગુજરાત સાથેના સાંસ્કૃતિક અને વેપાર-વણજના સંબંધો વિકસાવવાની ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્યમંત્રીઓ સાથેની આ સૌજન્ય મુલાકાતમાં તેમણે સ્પષ્ટ પણે જણાવ્યું કે, પૂના, હૈદરાબાદ, બેંગાલુરૂ જેવા સ્થળોને બદલે અમદાવાદ-ગુજરાતમાં બિઝનેસ-કારોબાર વિકસાવવાની જર્મન કંપનીઓ-ઉદ્યોગોના રવૈયામાં રાજ્યની એફિશિયન્ટ ગવર્નન્સ મૂળભૂત કારણરૂપ છે.

તો આ તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરસ્પરના સહયોગથી બિઝનેસ રિલેશન્સ આગળ વધારવાની નેમ વ્યકત કરતાં આ બેઠકમાં ચર્ચા-પરામર્શ દરમિયાન કહ્યું કે, રાજ્ય સરકાર ગુજરાતમાં કાર્યરત જર્મન ઉદ્યોગ ગૃહોને સહકાર, મદદ પૂરી પાડશે. એટલું જ નહિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના સાથ સૌના વિકાસના મંત્રથી જે ઇન્કલુઝિવ ડેવલપમેન્ટની દિશા વિશ્વને બતાવી છે તેમાં પણ ગુજરાત-જર્મની સાથે મળી સિમાચિન્હરૂપ કામગીરી કરી શકે તેમ છે. ભૂપેન્દ્ર પટેલે જર્મન એમ્બેસેડરને સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યું હતું.

Next Story