ગાંધીનગર : સરકાર 3 કલાક માટે 182 વિદ્યાર્થીઓના હાથમાં, અમદાવાદનો રોહન CM બન્યો

ગાંધીનગર વિધાનસભા ખાતે 182 વિદ્યાર્થીઓ દ્વારા મોક એસેમ્બલીની સીએમ ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે શરૂઆત કરવામાં આવી.

New Update
ગાંધીનગર : સરકાર 3 કલાક માટે 182 વિદ્યાર્થીઓના હાથમાં, અમદાવાદનો રોહન CM બન્યો

ગુજરાત વિધાનસભામાં મોક એસેમ્બલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર વિધાનસભા ખાતે 182 વિદ્યાર્થીઓ દ્વારા મોક એસેમ્બલીની સીએમ ભૂપેન્દ્ર પટેલ ના હસ્તે શરૂઆત કરવામાં આવી. જેમાં સ્કૂલના બાળકો એસેમ્બલીમાં મુખ્યમંત્રી, તથા તમામ 182 ધારાસભ્યોના પદ એસેમ્બલી ચલાવી હતી.ગુજરાત વિધાનસભામાં જોવા મળ્યુ ગુજરાતનું ભાવિ. ગુજરાત સરકાર 3 કલાક માટે 182 વિદ્યાર્થીઓના હાથમાં હતી તે કહેવું ખોટું નહી. કારણ કે જે રીતે મંત્રી, ધારાસભ્ય વિધાનસભામાં બેસે તેવી જ રીતે આ વિદ્યાર્થીઓ પણ વેલ ડ્રેસ અને પુરતા જ્ઞાન સાથે વિધાનસભામાં બેઠા.

ગુજરાતની સાંપ્રત સમસ્યા તથા સરકારની કામગીરી જેવી કે , સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધનવંતરી રથ તથા કોરોના અંગે સવાલ જવાબ કરતા જોવા મળ્યા. એક દિવસીય મોક વિધાનસભામાં મુખ્યમંત્રી તરીકે અમદાવાદની ઝાયડસ સ્કૂલમાં ધો-12માં અભ્યાસ કરતો રોહન રાવલની પસંદગી થઇ હતી. 6 પ્રકારના ઇન્ટરવ્યૂ આપી મુખ્યમંત્રી તરીકે રોહનની પસંદગી કરવામાં આવી છે. આ સાથે વિપક્ષના નેતા તરીકે ગૌતમ દવે નામના વિદ્યાર્થી પસંદગી થઈ છે. આ તરફ વિધાનસભાના અધ્યક્ષ તરીકે મિશ્રી શાહ નામની વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે. આ તમામ વિદ્યાર્થીઓને આ અનુભવ ખૂબ જ સારો રહ્યો હતો. અને તેમનું માનવું છે કે એકવાર આ પ્રકારનો અનુભવ એ તેમની આખી જિંદગી યાદ રહેશે. આ અનુભવ તે કદી ભૂલી શકશે નહીં.