Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા બિલ વિધાનસભામાં પસાર...

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.

ગાંધીનગર : ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા બિલ વિધાનસભામાં પસાર...
X

ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ કરતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજસીટોક કાયદાની જોગવાઈઓમાં વિસંગતતા દૂર કરવા માટે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડયો હતો, એને કાયદાનું સ્વરૂપ આપવા માટે આ સુધારા વિધેયક લાવવામાં આવ્યું છે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને વધુને વધુ સુરક્ષિત કરવા માટે સમયબધ્ધ આયોજન કરીને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જેના પરિણામે કેન્દ્ર સરકારના NCRB વર્ષ-૨૦૨૧ના અહેવાલ મુજબ ગંભીર ગુનાઓ, ખૂન સંબંધી ગુનાઓ, મહિલા સંબંધી ગુનાઓમાં દેશનાં ૩૬ રાજયોમાં ગુજરાત છેલ્લી હરોળમાં છે. આ માત્રને માત્ર રાજ્યમાં અમલી ગુજસીટોક કાયદાને આભારી છે. આ સુધારા વિધેયક ઉદ્દેશોની વિગતો આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે, આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા અને તેનું નિયંત્રણ કરવા માટે વિશેષ જોગવાઈ કરવા અને સંગઠિત ગુના સિન્ડિકેટની ગુનાહિત પ્રવૃત્તિને અંકુશમાં લેવા તેમજ તેની સાથે સંકળાયેલી અને તેને આનુષાંગિક બાબતો માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ, વર્ષ-૨૦૧૫થી રાજ્યમાં અમલમાં છે. આ અધિનિયમના અમલ દરમિયાન કોઇ પણ જોગવાઇનું રાજ્યમાં વ્યક્તિને બિનજરૂરી મુશ્કેલીમાં મૂકે તેવું ખોટું અર્થઘટન ન થાય તેમજ અમુક જોગવાઈઓ વધુ અર્થપૂર્ણ બનાવવા અને તેનું સરળ અર્થઘટન કરવા માટે સરકારે આ અધિનિયમની કલમ ૨-ની પેટા-કલમ (૧)નો ખંડ (ચ), કલમ ૪ અને કલમ ૨૦ની પેટા-કલમ (૫)માં સુધારા કર્યા છે.

Next Story