ગાંધીનગર: હાર્દિક પટેલે ભાજપમાં કરી ધમાકેદાર એન્ટ્રી,CR પાટીલે ખેસ પહેરાવ્યો તો નિતિન પટેલે ટોપી પહેરાવી !

કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો.ભાજપ કાર્યાલય કામલ્મ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તેમણે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો

New Update
ગાંધીનગર: હાર્દિક પટેલે ભાજપમાં કરી ધમાકેદાર એન્ટ્રી,CR પાટીલે ખેસ પહેરાવ્યો તો નિતિન પટેલે ટોપી પહેરાવી !

કોંગ્રેસના પૂર્વ કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર યૂવાં નેતા હાર્દિક પટેલે આજરોજ કેસરીયો ધારણ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હાર્દિક પટેલને ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો પાટીદાર અનામત આંદોલનથી સમાજનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે આજરોજ 12.39ના વિજય મુહૂર્તમાં ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો હતો.તેમણે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી.

કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો.ભાજપ કાર્યાલય કામલ્મ ખાતે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે તેમણે ભાજપનો ખેસ પહેરાવ્યો હતો તો પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે તેમને ટોપી પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતો. હાર્દિક પટેલે ભાજપમાં પ્રવેશ મેળવીને પત્રકારોને જણાવ્યું હતું કે, આંદોલન દરમિયાન અનેક ચઢાવ ઉતાર જોયાં, 2015માં એક આંદોલનની શરૂઆત થઈ હતી. આ ચડાવના ઉતાર દરમિયાન વડાપ્રધાન મોદી દ્વારા 10 ટકા EBC આપવામાં આવ્યું. હું કોંગ્રેસમાં જનહિતની ભાવના સાથે જોડાયો હતો. દરેકની માણસની આંકાંક્ષા હોય કે તે દેશના હિત માટે કામ કરે. મેં કોંગ્રેસથી દુઃખી થઈને તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે.

પક્ષનો સામાન્ય કાર્યકર બનીને કામ કરીશ. કેન્દ્રની ભાજપ સરકારે કલમ 370 હટાવી ત્યારે મેં સમર્થન કર્યું હતું. જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે લોકો કહેતા હતાં કે કમલમથી લખાયું છે. આ સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિર વિશે વિવાદિત નિવેદન કર્યું હતું. આનંદી બેન જ્યારે ભાજપમાં માંડલથી ચૂંટણી લડતા હતા ત્યારે મારા પિતા તેમની સાથે હતા. રાષ્ટ્રના હિતની વાત હોય ત્યારે રાજા નહીં સૈનિકની ભૂમિકામાં છું. હું ઘરવાપસી નથી કરતો અમે ઘરમાં જ હતા.

#Connect Gujarat #Gandhinagar #CR Patil #BJPGujarat #politics news #Nitin Patel #Hardik Patel #Hardik Patel Join BJP
Latest Stories