ગાંધીનગર : વિકાસ કાર્યોની સમીક્ષા કરવા ગૃહમંત્રી ગિફ્ટ સિટી પહોચ્યા,પીએમના ગ્રીન સિટીના સ્વ્પનનું નિરિક્ષણ કર્યું

બે દિવાસીય આમદવાદની મુલાકાતે આવેલ ગૃહમંત્રી અમિત શાહે આજરોજ ગાંધીનગર ગિફ્ટ સિટી પહોચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું.

ગાંધીનગર : વિકાસ કાર્યોની સમીક્ષા કરવા ગૃહમંત્રી ગિફ્ટ સિટી પહોચ્યા,પીએમના ગ્રીન સિટીના સ્વ્પનનું નિરિક્ષણ કર્યું
New Update

પી એમ મોદીના સ્વ્પનનો પ્રોજેકટ ગિફ્ટ સિટીને ગ્રીન સિટી બનવાનો છે. ત્યારે બે દિવાસીય આમદવાદની મુલાકાતે આવેલ ગૃહમંત્રી અમિત શાહે આજરોજ ગાંધીનગર ગિફ્ટ સિટી પહોચી સ્થળ નિરિક્ષણ કર્યું હતું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છેલ્લા 2 દિવસથી અમદાવાદની મુલાકાતે છે, ત્યારે અમિત શાહ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી.તેમણે વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. ગિફ્ટ સિટી ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા હતા. તેઓની સમક્ષ ગીફ્ટ સીટીના વિકાસ કાર્યોનું પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ગિફ્ટ સીટી પીએમ નરેન્દ્ર મોદીનું સપનું છે અને અહીં હાઇરાઇઝ બિલ્ડીંગો બનાવવામાં આવી રહી છે અને આ ગિફ્ટ સીટી સંપૂર્ણ પણે ગ્રીન સીટી હ.શે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ક્રિએટની મુલાકાત માટે ગયા હતા ત્યારે તેમની સમક્ષ ગીફ્ટ સીટી મેનેજિંગ ડિરેક્ટર તપને પ્રેઝન્ટેશન રજૂ કરી ગિફ્ટ સીટીમાં ચાલી રહેલા વિકાસ કાર્યની રૂપરેખા આપવામાં આવી હતી. આ અવસરે IFSC ના ચેરમેન આઈ. શ્રીનિવાસને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રેઝન્ટેશન રજૂ કરી ગિફ્ટ સિટીને ગ્લોબલ ફાયનાન્સિઅલ હબ તરીકે પ્રસ્થાપિત કરવા માટેના વિવિધ સૂચનો રજૂ કર્યા હતા.આ પ્રેઝન્ટેશન સમયે મુખ્ય સચિવ પંકજ કુમાર, મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#Connect Gujarat #BeyondJustNews #Home Minister #Gandhinagar #PM Modi #Development works #Gift City #Dream City #observes #Green City
Here are a few more articles:
Read the Next Article