ગાંધીનગર: રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો, પાણીની તંગી અંગે ખાસ એક્ષનપ્લાન ઘડાયો

રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાય હતી જેમાં જુથ અથડામણ અને ઉનાળામાં પીવાના પાણીની તંગી બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

ગાંધીનગર: રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો, પાણીની તંગી અંગે ખાસ એક્ષનપ્લાન ઘડાયો
New Update

રાજ્ય સરકારની કેબિનેટની બેઠક યોજાય હતી જેમાં જુથ અથડામણ અને ઉનાળામાં પીવાના પાણીની તંગી બાબતે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી.જેમાં સરકારના કામો અને તેની વ્યૂહરચના પર ચર્ચા કરી નિર્ણય લેવામાં આવ્યાં હતાં તેમજ રામનવમીના દિવસે ખંભાત અને હિંમતનગરમાં થયેલી જૂથ અથડામણની ઘટના બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખંભાતની સ્થિતિને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી. અને અધિકારીઓને ખંભાતમાં શાંતિ જળવાય તે માટે સૂચનાઓ અપાઈ હતી. આજની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં ઉનાળામાં પીવાના પાણી સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા પીવાના પાણીની તત્કાળ વ્યવસ્થા કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. તેમજ આગામી ચોમાસુ નબળું હોવાના ભયથી પાણી બચત માટે તથા સિંચાઈના પાણીમાં કાપ મુકવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત જળાશયમાં પાણી સ્ટોક જળવાઈ રહે તે માટે પાણી કાપ મૂકવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.

#Chief Minister #Connect Gujarat #BeyondJustNews #water issues #Meeting #Gandhinagar #state government #Bhupendra Patel #cabinet #Important decisions
Here are a few more articles:
Read the Next Article