/connect-gujarat/media/post_banners/a5c287b6eba8b8f28507eac561ec2dd7f879208aab5a20e8a8b2cb0fc3682add.jpg)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા અનેક નેતા અને આગેવાનો અલગ-અલગ રાજકીય પક્ષોમાં જોડાઇ રહ્યા છે. આ બધાની વચ્ચે હવે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતે ભાજપનો ખેસ ધારણ કર્યો હોવાની સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકી પુષ્ટિ કરી હતી.
કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવત એક સમયે BSFમાં સેવા આપતા હતા. હવે તેઓ અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી પણ ચલાવે છે. હાલમાં કરણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા છે. અગાઉ તેમની આગેવાની હેઠળની કરણી સેના ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ શેખાવત એક એવી વ્યક્તિ છે કે, જેઓ હંમેશા પોતાની સાથે સોનાના દાગીના લઈને ચાલે છે. શેખાવત હંમેશા પોતાની સાથે પાંચ બૉડીગાર્ડ રાખે છે. તેમની 3 વર્ષ જૂની કંપનીને પણ સરકાર તરફથી ઘણા કોન્ટ્રાક્ટ મળ્યા છે. તેમાં તેઓ કેટલાક પ્રવાસન કાર્યક્રમો અને બિઝનેસ મીટિંગ જેવા કાર્યક્રમોમાં સુરક્ષા આપી છે. આ સાથે તેઓ અમદાવાદમાં એક હોટેલ તેમજ જીમની પણ માલિકી ધરાવે છે. જોકે, હવે ઘણી બધી અટકળો વચ્ચે કરણી સેનાના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવત ભાજપમાં જોડાઇ જતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજ શેખાવતે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હોવાની પોતાના સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકી આ વાતની પુષ્ટિ કરી હતી.