તારીખ 24 જાન્યુઆરી ઉત્તર પ્રદેશ સંસ્થાપના દિવસ તરીકે ઉજવાય છે આ દિવસે સમગ્ર ગુજરાતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશના નિવાસીઓને તેમના ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા બદલ નિમંત્રિત કરાયા છે જેમાં અંકલેશ્વરના ત્રણ મહાનુભાવોને પણ આમંત્રણ મળ્યું હતું.આમ તો અંકલેશ્વરમાં સેકડોની સંખ્યામાં ઉત્તર પ્રદેશના નિવાસીઓ વસે છે જેઓએ ગુજરાતને જ પોતાની કર્મભૂમિ ગણીને અનેક સેવાકીય કાર્યો કર્યા છે. શૈક્ષણિકથી માંડીને આરોગ્ય સુધીની તમામ પ્રવૃત્તિઓમાં અગ્રણી એવા અંકલેશ્વરમાં વર્ષોથી સ્થાયી થયેલા એવા જે.જે. શુક્લા,અનિલ શુક્લા તેમજ ઉદ્ધવ સિંગને ગાંધીનગર ખાતે રાજભવનમાં વિશેષ આમંત્રણ ઉત્તર પ્રદેશ સંસ્થાપના દિવસ માટે આપવામાં આવ્યું હતું. આ તમામ મહાનુભાવોનું સન્માન કરીને ગુજરાત પ્રત્યેની તેમની જવાબદારી તેમજ કરેલા સેવા કાર્યો માટે સન્માનિત કરાયા હતા.
ગાંધીનગર: ઉત્તરપ્રદેશ ફાઉન્ડેશન ડે નિમિત્તે રાજભવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અંકલેશ્વરના ત્રણ સેવાભાવી નાગરિકોનું સન્માન..!
આ દિવસે સમગ્ર ગુજરાતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશના નિવાસીઓને તેમના ગુજરાતના વિકાસમાં યોગદાન આપવા બદલ નિમંત્રિત કરાયા છે.
New Update