Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : વિશ્વ સિંહ દિવસ અંતર્ગત મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળી, સિંહ સંરક્ષણ-સંવર્ધન માટે રાજ્ય સરકાર કટિબદ્ધ : CM

ગુજરાત સરકાર એશિયાટીક લાયનના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે, ત્યારે રાજ્યમાં એશિયાટીક લાયનની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે

X

ગુજરાત સરકાર એશિયાટીક લાયનના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ છે, ત્યારે રાજ્યમાં એશિયાટીક લાયનની સંખ્યામાં પણ ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે, તેમ વિશ્વ સિંહ દિવસ નિમિત્તે સંબોધન કરતાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.

આજે તા. 10 ઓગષ્ટના રોજ સમગ્ર ગુજરાતમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યુ હતું કે, ગુજરાત રાજ્યમાં સિંહનો વિચરણ-વિસ્તાર 30 હજાર ચોરસ કિલોમીટરે પહોંચ્યો છે. આ ઉપરાંત એશિયાઇ સિંહના વસવાટવાળા વિસ્તારોમાં રેસ્કયુ સેન્ટરોની પણ સ્થાપના કરવામાં આવી છે. એટલું જ નહીં, આ રેસ્કયુ સેન્ટરોમાં પશુ ચિકિત્સક, સારવારના અદ્યતન સાધનો તેમજ સિંહોની સારવાર માટે લાયન એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાય છે. આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણીમાં રાજ્યની 6800થી વધુ શાળાઓ-કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષણવિદો ઉપરાંત પ્રકૃત્તિપ્રેમીઓ જોડાયા હતા, ત્યારે સમગ્ર બેઠક દરમ્યાન વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ સહભાગી થયા હતા.

Next Story