Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: PM મોદીએ વિકાસના વિવિધ કાર્યોનું કર્યું લોકાર્પણ, 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું

PM નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હુત કર્યું હતુ.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતનાં પ્રવાસે છે ત્યારે તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને ખાતમુર્હુત કર્યું હતુ.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા હતા. અમદાવાદના એરપોર્ટ પર મોદી આવી પહોંચતા તેમનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં ઓલ ઈન્ડિયા પ્રાઇમેરી ટીચર્સ ફેડરેશનના કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. અહીં મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અહીં કાર્યક્રમ પૂરો કરી નરેન્દ્ર મોદી ગાંધીનગરના મહાત્મા મંદિરે પહોંચ્યા હતા અને રૂ.1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં નરેન્દ્ર મોદીએ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવમાં વિકાસમાં શિક્ષકોનો મહત્વનો ફાળો છે. એક સમયે ગુજરાતમાં ડ્રોપઆઉટ રેટ 40 ટકા આસપાસ હતો. આજે 3 ટકા કરતા ઓછો છે. આ ગુજરાતના શિક્ષકોના સહયોગથી જ સંભવ થયું છે. તમને ખબર છે કે, તમારી સ્કૂલનો જન્મદિવસ ક્યારે હતો. આ પરંપરા ચાલુ કરવી જોઈએ કે સ્કૂલનો જન્મદિવસ ઉજવવો જોઈએ.

Next Story