Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ચૂંટણી પહેલા વડાપ્રધાને સંભાળ્યો મોરચો, પેજ સમિતિના સભ્યો સાથે કરી સીધી વાત

વડાપ્રધાને સંવાદ દરમ્યાન કોરોનાની વર્તમાન સ્થિતિ અને રસીકરણ અંગે પણ વાત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગુજરાત ભાજપ પેજ સમિતિના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. આ સાથે જ PM નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને સક્રિય બન્યા છે, ત્યારે વડાપ્રધાને વિવિધ મુદ્દે ભાજપ પેજ સમિતિના સભ્યો સાથે વાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હવે મહિલા મતદાતાની સંખ્યા પણ વધી છે. EVMની મદદથી થોડા જ કલાકમાં ચૂંટણીનું પરિણામ આવી જાય છે.

સાથે જ વડાપ્રધાને ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી તેમની કામગીરી અંગે માહિતી મેળવી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ નમો એપના માધ્યમથી વડાપ્રધાનના સંવાદમાં જોડાયા હતા. વડાપ્રધાને સંવાદ દરમ્યાન કોરોનાની વર્તમાન સ્થિતિ અને રસીકરણ અંગે પણ વાત કરી હતી. સાથે જ તેમણે જણાવ્યું હતું કે, દરેક લોકોએ વન નેશન, વન ઈલેક્શન પર ચર્ચા કરવી જોઈએ. વડાપ્રધાને સુરતના પેજ પ્રમુખ, વડોદરાના ભાજપ અગ્રણી, મહીસાગર અને અમરેલીના ભાજપના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી હતી.

વડાપ્રધાને ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ બદલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વખાણ કર્યા હતા. વડાપ્રધાને સંવાદ દરમ્યાન જણાવ્યું હતું કે, ભાજપ જ એક એવી પાર્ટી છે, જે પોતાના કાર્યકર્તાઓને એ સંદેશ આપે છે કે, પહેલા દેશ પછી પક્ષ. પેજ પ્રમુખનો તેમના પેજ પર આવતા તમામ પરિવારો સાથે સારો સંબંધ હોવો જોઈએ. સાથે જ વડાપ્રધાને પોતાને પણ એક સેવક અને પાર્ટીના કાર્યકર્તા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, મારી પહેલી ઓળખ ભાજપના કાર્યકર્તા તરીકે છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જણાવ્યું કે, વડાપ્રધાન દ્વારા રાજ્યના વિકાસની વાત અને કોરોના મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં કોઈપણ કુપોષિત ન રહે તે માટે પેજ સમિતિના સભ્યોને અપીલ કરી હતી. ગુજરાત પ્રત્યે વડાપ્રધાને તેમની લાગણી વ્યક્ત કરતાં તેમનો હેત પણ જોવા મળ્યો હતો.

Next Story