ગાંધીનગર: રાજ્યના વિવિધ જીલ્લામાં નિકળતી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન,ગૃહમંત્રીએ યોજી મહત્વની બેઠક

રાજયમાં રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,વિવિધ જિલ્લાઓમાંથી નીકળશે રથયાત્રા, ગૃહમંત્રી હર્ષ સંઘવી કરી સમીક્ષા બેઠક

New Update
ગાંધીનગર: રાજ્યના વિવિધ જીલ્લામાં  નિકળતી રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન,ગૃહમંત્રીએ યોજી મહત્વની બેઠક

રાજ્યભરમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા બાબત તમામ પોલીસ અધિક્ષકો અને પોલીસ કમિશનર સાથે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી.

અમદાવાદ સહિત રાજ્યભરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિભાવ સાથે નીકળશે ત્યારે તમામ વ્યવસ્થા અને સુરક્ષા સંબંધી આયોજનની સમીક્ષા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં જે જે જિલ્લા અને શહેરમાં રથયાત્રા નીકળવાની છે તે તમામ શહેર અને જિલ્લા પોલીસ કમિશ્નર આઈ.જી અને એસ.પી વિડીયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતા. ધાર્મિક આસ્થા અને કોમી એકતાના ઉદાહરણ સ્વરૂપ આ રથયાત્રામાં કોઈ અનિચ્છનિય ઘટના ન બને એ માટે પૂરતી તકેદારી રાખવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સૂચના આપી હતી.

Latest Stories