Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : શ્રમિકો માટે રાજ્ય સરકારની પહેલ, સુવિધાઓથી સજ્જ હશે શ્રમનિકેતન હોસ્ટેલ આવાસ

શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેલ્ફેર કમિશનર વચ્ચે MOU કરવામાં આવ્યા જેમાં શ્રમયોગીઓને “શ્રમનિકેતન” થકી હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડવામાં આવશે.

X

આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેલ્ફેર કમિશનર વચ્ચે MOU કરવામાં આવ્યા જેમાં શ્રમયોગીઓને "શ્રમનિકેતન" થકી હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડવામાં આવશે.

ગુજરાત સરકાર શ્રમયોગીઓને "શ્રમનિકેતન" થકી હોસ્ટેલ આવાસની સુવિધા પૂરી પાડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે નૂતન પહેલ કરતાં જે ઔદ્યોગિક વસાહતમાં ૧૫ હજારથી વધુ શ્રમિકો કાર્યરત હોય તેવી વસાહતોમાં શ્રમયોગીઓને આવાસની સુવિધા પૂરી પાડવા શ્રમનિકેતન બનાવવાનો નિર્ણય કર્યો છે. આ સંદર્ભે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સાણંદ જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન અને શ્રમયોગી કલ્યાણ બોર્ડના વેલ્ફેર કમિશનર વચ્ચે MOU કરવામાં આવ્યા હતા. આ એમ.ઓ.યુ પર સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશનના પ્રમુખ અજીત શાહ અને રાજ્ય સરકાર વતી વેલ્ફેર કમિશનર દિગંત બ્રહ્મભટએ હસ્તાક્ષર કર્યા હતા. આ MOU પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અગ્ર સચિવ ડૉ. અંજુ શર્મા, લેબર કમિશનર અનુપમ આનંદ ઉપસ્થિત રહ્યા હતા.ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંચાલિત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમ નિકેતન યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેનો ઉદ્દેશ શ્રમયોગીના જીવનધોરણને વધુ સારૂ બનાવવાનો છે.

Next Story