Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: લિવ ફોર ધ નેશન-ડાય ફોર ધ નેશન પુસ્તકનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન

ગુજરાતના પાલ દઢાવમાં અંગ્રેજોએ કરેલા ક્રૂર હત્યાકાંડમાં શહિદ થયેલા વનવાસી આદિજાતિઓની યાદમાં શહિદ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો હતો

X

ગુજરાતના પાલ દઢાવમાં અંગ્રેજોએ કરેલા ક્રૂર હત્યાકાંડમાં શહિદ થયેલા વનવાસી આદિજાતિઓની યાદમાં શહિદ સ્મૃતિ દિવસ ઉજવવામાં આવ્યો હતોજેમાં સી.એમ.ભુપેન્દ્ર પટેલ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા

અંગ્રેજોના જુલ્મી શાસન સામે પ્રાણ ન્યોછાવર કરીને શહાદત વ્હોરનારા વનવાસી આદિજાતિઓની રાષ્ટ્રભક્તિ, વતન પ્રેમ અને શૌર્યગાથા આપણને આજીવન 'લિવ ફોર ધ નેશન-ડાય ફોર ધ નેશન' ની પ્રેરણા આપે છે. તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, લગાન વધારાના જુલમ સામે વિરોધ નોંધાવવા 7 માર્ચ 1922ના દિવસે પાલ-દઢવાવ માં એકઠા થયેલા1200 આદિવાસી બાંધવો પર બ્રિટીશરોએ ગોળીઓ વરસાવી અને વિંધી નાખ્યા હતા.

1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડથી પણ વધુ ક્રૂર આ હત્યાકાંડ ગુજરાત પાલ-દઢવાવ માં થયો હતો.આ ભીષણ રક્તપાત ઇતિહાસમાં શહીદ સ્મૃતિ તરીકે અમર રાખવા 7 માર્ચ-2022 ને શહિદ શતાબ્દી દિન તરીકે પાલ-દઢવાવનો મનાવવામાં આવ્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્મૃતિ દિવસમાં ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી સહભાગી થતા વનવાસી શહિદોને ભાવાંજલિ આપી હતી. લિવ ફોર ધ નેશન-ડાય ફોર ધ નેશન' પુસ્તકનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું

Next Story