Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: દુષ્કર્મ કેસમાં લંપટ આસારામને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા,વર્ષ 2013માં નોંધાયો હતો ગુનો

ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

ગાંધીનગર: દુષ્કર્મ કેસમાં લંપટ આસારામને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા,વર્ષ 2013માં નોંધાયો હતો ગુનો
X

આસારામને જોધપુર બાદ હવે ગાંધીનગર કોર્ટમાં ચાલતા દુષ્કર્મ કેસમાં પણ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ગાંધીનગર સેશન્સ કોર્ટ દ્વારા આસારામને દુષ્કર્મ કેસમાં કેસમાં દોષિત ઠેરવ્યા બાદ આજે આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આસારામને કલમ 376 હેઠળ આજીવન કેદ, 377 હેઠળ આજીવન કેદ, 354 હેઠળ એક વર્ષ, 342 હેઠળ 6 મહિના, 357 હેઠલ 1 વર્ષ અને 506(2) હેઠળ એક વર્ષ કેદની સજા ફટકારવામાં આવી છે.

સુરતની બે યુવતી પર દુષ્કર્મ કેસમાં આસારામને દોષીત જાહેર કરવામાં આવ્યો હતો. ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામ સિવાયના અન્ય 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. સમગ્ર ઘટનાની વિગતે વાત કરીએ તો સુરતની બે યુવતીઓ પર વર્ષ 2001માં થયેલા દુષ્કર્મ બાદ વર્ષ 2013માં આસારામ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013ના રોજ આસારામ સહિત અને 6 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા 9 વર્ષથી ચાલતા આ કેસમાં ગાંધીનગર સેશન્સ કોર્ટે આસારામને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. આસારામને દુષ્કર્મના અન્ય એક કેસમાં સજા પડી હોવાથી હાલ તે જોધપુર જેલમાં બંધ છે. ગાંધીનગર કોર્ટમાં તેમની સામે જે કેસ ચાલી રહ્યો છે તેમાં આસારામને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રાખવામાં આવે છે. આસારામ દુષ્કર્મ કેસમાં દસ વર્ષથી જેલમાં બંધ છે.

Next Story