રાજ્યના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાની નવી ટીમની રચના કરી દીધી છે આજે બપોરે 1.30 કલાકે ગાંધીનગર રાજભવન ખાતે નવા 24 મંત્રીઓ હોદા અને ગુપ્તતાના શપથ ગ્રહણ કર્યા હતા નવા મંત્રી મંડળ માંથી અનેક અનુભવી અને દિગજ્જો ના પત્તા કટ કરવામાં આવ્યા છે તો તેના સ્થાને યુવાન ચહેરાઓનો સમાવેશ કરી નવી લીડરશીપ ના સંકેત આપવાનો પ્રયત્ન ભાજપે કર્યો છે
રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત બીજેપીએ પોતાની રણનીતિ બદલી કોરોનાની બીજી લહેર દરમિયાન પૂર્વ સરકારે અનેક મુશ્કેલી અને પડકારોનો સામનો કરવો પડ્યો હતો તેથી હવે કોરો પાર્ટીની સરકાર બનાવવાનો પ્રયત્ન કર્યો છે નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રને વધારે પ્રતિનિધિત્વ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અહીંથી કુલ 7 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે જેમાં પ્રમુખ નામ જીતુ વાઘાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા અને લીંબડીથી કિરીટસિંહ રાણા છે તો પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના વિસ્તાર દક્ષિણ ગુજરાતમાંથી પણ 7 મંત્રી બનાવવામાં આવ્યા છે યુવા હર્ષ સંઘવી, પૂર્ણેશ મોદી ,મુકેશ પટેલ અને વિનુ મોરડિયા મુખ્ય છે.તો ઉત્તર ગુજરાતમાંથી 3 મંત્રીઓને સ્થાન મળ્યું છે તો મધ્ય ગુજરાતમાંથી 5 મંત્રી બન્યા છે તો અમદાવાદમાંથી સીએમ સહીત 3 મંત્રીઓ બન્યા છે આમ સંપૂર્ણ ગુજરાત આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે
નવા મંત્રીઓને ખાતાની ફાળવણી
રાજ્યની રાજનીતિમાં સમાજ અને જ્ઞાતિનું સમીકરણ કેટલું મહત્વનું છે. તે મુજબ દરેક ઝોન અને સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ભૂપેન્દ્ર પટેલ ના મંત્રી મંડળ ભૂપેન્દ્ર પટેલ સહિત અત્યાર સુધીના લિસ્ટ પ્રમાણે 7 પટેલનો સમાવેશ થાય છે. આ પટેલ નેતાઓમાં ઋષિકેશ પટેલ, વીનુ મોરડીયા, અરવિંદ રૈયાણી, રાઘવજી પટેલ, બ્રિજેશ મેરજા, જીતુ વાઘાણી, અને ખુદ ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.આમ પાટીદાર સમાજને સાચવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કુલ સાત મંત્રીઓમાં 4 લેઉઆ પટેલ અને 3 કડવા પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બે બ્રહ્મસમાજના ધારાસભ્યો રાજેન્દ્ર ત્રિવેદી અને કનુભાઈ દેસાઈ નો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે 7 ઓબીસી સમાજના અને 4 આદિવાસી સમાજના નેતાઓનો સમાવેશ થાય છે તો જૈન સમાજમાંથી 1 નેતા હર્ષ સંઘવીનો સમાવેશ થાય છે. જ્યારે બે મહિલા મનિષા વકીલ અને નિમિષા સુથાર નો સમાવેશ થાય છે.
આમ નવા મંત્રી મંડળની રચના બાદ એક વાત સાફ થઇ ગઈ છે કે 2022 વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ નવા ચહેરાઓ સાથે જનતા સમક્ષ જશે તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આર સી ફળદુ જયેશ રાદડિયા ઈશ્વરસિંહ પટેલ પ્રદીપસિંહ જાડેજા સહિતના અનુભવી અને દિગ્ગ્જ નેતાઓ પડતા મૂકવામાં આવ્યા છે તો કુંવરજી બાવળીયા ને પડતા મુકવામાં આવતા કોળી સમાજમાં ગુસ્સો છે પણ ભાજપે દરેક વિરોધને દરકનાર કરી નવા ચેહરા અને કેટલાક અનુભવી ચેહરાઓને સાથે લઇ મંત્રીમંડળની રચના કરી છે