Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : સરકારની નિષ્ફળતાઓ છતી કરવા કોંગ્રેસ મેદાને, વિધાનસભાનું સત્ર બનશે તોફાની

X

ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચના બાદ વિધાનસભાનું પ્રથમ સત્ર મળવા જઇ રહયું છે. બે દિવસીય સત્રમાં સરકારને ઘેરવાની રણનિતિ નકકી કરવા માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી.....

ગાંધીનગરમાં આજે સોમવારના રોજથી વિધાનસભાનું બે દિવસીય સત્ર મળનાર છે ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ઓફિસમાં કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક મળી હતી આ બેઠકમાં સરકારને ઘેરવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. પરેશ ધાનાણીએ નિવેદન આપતા કહ્યું કે સરકાર નિષ્ફળતા છુપાવવા સત્રના દિવસો ઓછા કરે છે તેમ છતાં વિપક્ષ સરકારની આ નિષ્ફળતાઓને ઉજાગર કરશે. વધુમાં પરેશ ધાનાણીએ જણાવ્યું કે કોરોનામાં 3 લાખથી વધુ ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે. કોરોના પીડિત પરિવારોને પૂરતું વળતર મળે તેવા પ્રયત્ન વિપક્ષ દ્વારા કરવામાં આવશે. તેમણે સરકારની મનછા સામે પણ સવાલ ઉઠાવ્યા છે વિધાનસભામાં ઉપાધ્યક્ષ અને ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે અગાઉ કોંગ્રેસના શાસનમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ વિરોધ પક્ષના નેતા જ બનતા હતા પરંતુ આ વખતે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને સત્તાપક્ષના જ બનાવવામાં આવે છે. આવો જોઇએ પરેશ ધાનાણીએ વધુમાં શું કહયું....

Next Story