Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: વિધાનસભામાં બે દિવસીય સંસદીય કાર્યશાળાનું આયોજન ,લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા રહેશે હાજર

જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા. ૧૪ અને ૧૫મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર: વિધાનસભામાં બે દિવસીય સંસદીય કાર્યશાળાનું આયોજન ,લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા રહેશે હાજર
X

ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સંસદીય કાર્યપ્રણાલીના નિયમોથી માહિતગાર થાય તે આશયથી ગુજરાત વિધાનસભા દ્વારા તા. ૧૪ અને ૧૫મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત વિધાનસભામાં તા. ૧૫ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧.૦૦ કલાકે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ના હસ્તે સંસદીય કાર્ય શાળાનું ઉદઘાટન થશે. જ્યારે તા. ૧૬મી ફેબ્રુઆરીના રોજ સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સંસદીય કાર્યશાળાનું સમાપન થશે. આ સંસદીય કાર્યશાળામાં મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના અતિથી વિશેષ પદે યોજાશે.

સંસદીય કાર્યશાળાનું આયોજન ની વિગતો આપતા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જણાવ્યું હતું કે, બે દિવસીય આ સંસદીય કાર્યશાળામાં ૧૦થી વધુ વિષયો પર વિવિધ સત્ર યોજાશે. જેમાં સંસદીય લોકશાહી માં જન પ્રતિનિધિ ની ભૂમિકા, વિધાનસભાની કાર્યવાહી અંતર્ગત શું કરી શકાય અને શું ન કરી શકાય?, સ્ટ્રેસ મેનેજમેન્‍ટ, સુદ્રઢ લોકશાહી માટે બંધારણીય સંસ્થાઓની ભૂમિકા,સંસદીય વિશેષાધિકાર અને નીતિમત્તાના ધોરણો, G-20માં ભારતના પ્રમુખ સ્થાન, સંસદીય પ્રશ્નો અને તાકીદની જાહેર અગત્યની બાબતો પર ચર્ચા ઉપસ્થિત કરવાની નિયમ હેઠળની પદ્ધતિ, કારોબારી તંત્ર પર વિધાનસભાની સમિતિઓનો સંસદીય અંકુશ, વિધાનસભામાં નાણાકીય કામકાજ, વિધાનસભામાં કાયદો ઘડવાની પ્રક્રિયા જેવા વિવિધ વિષયોને આવરી લેવાશે. આ તમામ વિષય પર સંસદ ના નિષ્ણાંતો, તજજ્ઞો તેમજ વિવિધ વિષયના નિષ્ણાંત દ્વારા માર્ગદર્શન અપાશે. ગુજરાત વિધાનસભા ખાતે યોજાનાર આ બે દિવસીય સંસદીય કાર્યશાળામાં ચૂંટાયેલા તમામ પક્ષના ધારાસભ્યો, સંસદસભ્યો, પૂર્વ અધ્યક્ષ, પૂર્વ મુખ્યમંત્રી , પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત બુદ્ધિષ્ઠ નાગરિકો સહભાગી બનશે.

Next Story