ગાંધીનગર : યુ એસ ફૂડ એન્ડ ડ્રગની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે

યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે.

New Update
ગાંધીનગર : યુ એસ ફૂડ એન્ડ ડ્રગની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે

યુ.એસ. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની ટીમ આજથી ત્રણ દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે આજે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ ટીમ સાથે લોકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી, પડકારો અને કાયદામાં આવતા સુધારા-વધારા અંગે વિચાર-વિમર્શ શરૂ કર્યો છે. જેના થકી બંને સંસ્થાના અધિકારીઓના નોલેજમાં વધારો થશે અને લોકોને ઉત્તમ સ્વાસ્થ્ય પુરૂ પાડવામાં મદદગાર પુરવાર થશે. આ બંને સંસ્થાઓ બેસ્ટ પ્રેક્ટિસનું એકબીજા સાથે આદાન પ્રદાન કરશે.રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી. કોશિયા આ અંગે વિગતો આપતાં કહ્યું કે, આ મુલાકાત દરમિયાન FDCA ગુજરાત અને USFDAના અધિકારીઓ ડ્રગ ઇન્સ્પેક્શન લાઇફ સાઇકલ: સાઇટ પસંદગી, આયોજન, અમલીકરણ, રિપોર્ટિંગ, મૂલ્યાંકન અને રેગ્યુલેટરી એકશન, કેસ સ્ટડી પર ચર્ચા કરશે. આ બેઠક દરમિયાન USFDA ડૉ. સારહ મેકમિલન, USFDA; ડૉ. નાટાલી મીકેલસન, એક્ટીંગ ડેપ્યુટી ડાયરેક્ટર; ડૉ. ફીલીપ ન્યુએન, એક્ટીંગ આઇઆરએસ તથા અન્ય સભ્યો સહિત ગુજરાત FDCAના ફૂડ એન્ડ ડ્રગના સિનિયર અધિકારીઓ અને ડ્રગ્ઝ કન્ટ્રોલર, ઇન્ડિયા દ્વારા પ્રતિનિયુક્ત ડ્રગ્ઝ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories