ગાંધીનગર : કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આર્થિક પરિવર્તન લાવતો મહોત્સવ “ઉતરાયણ”

ગાંધીનગરના સેક્ટર-12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે.

New Update
  • આકાશી દાવપેચના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી

  • ઉતરાયણ પૂર્વે છેલ્લા એક વર્ષથી પતંગ બનાવતી મહિલાઓ

  • સેક્ટર-12માં 30 બહેનો પતંગ બનાવવાની લઈ રહી તાલીમ

  • તાલીમ વેળા મહિલાઓને 4,500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ મળતું

  • પોતે આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી

ગાંધીનગરના સેક્ટર-12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી આત્મનિર્ભર બની અન્ય મહિલાઓને પણ પ્રેરણા આપી રહી છે.

ઉતરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ તહેવાર પતંગ રસિકોના જીવનમાં નવો ઉમંગ લાવે છે’ એ તો ખરુંપણ આ ઉત્સવ રાજ્યમાં પતંગ બનાવતી બહેનોના જીવનમાં પણ પરિવર્તન લાવે છેત્યારે ગાંધીનગરમાં પતંગ બનાવવાની આ કળા અનેક બહેનોને આત્મનિર્ભર બનાવી રહી છે.

ગાંધીનગરના સેક્ટર-12માં 30 જેટલી બહેનો પતંગ બનાવવાની તાલીમ મેળવી રહી છે. આ તાલીમથી તેઓ પતંગના વેચાણ બજારમાં વધુ નફો પ્રાપ્ત કરી રહી છે. જોકેએક મહિનાની પતંગ બનાવવાની તાલીમ દરમિયાન મહિલાઓને 4,500 રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. વર્ષમાં 90થી વધુ મહિલાઓએ આ તાલીમ પ્રાપ્ત કરી છે. આ ઉપરાંત 'આર્ટિઝન કાર્ડધરાવતા કારીગરને વ્યવસાય શરૂ કરવા માટે પણ આર્થિક સહાય પ્રાપ્ત થાય છે. આમપતંગ બનાવવાની આ કળાથી તાલીમાર્થી મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકશે. કહી શકાય કે,  ઉતરાયણ માત્ર એક તહેવાર નથી. પરંતુ કાગળ અને કળાના સંગમથી મહિલાઓના જીવનમાં આવેલા આર્થિક પરિવર્તનનો મહોત્સવ છે.

Latest Stories