ગાંધીનગર : મત ગણતરી અર્થે ભાજપના એજન્ટોની કાર્યશાળા યોજાય, જરૂરી માર્ગદર્શન અપાયું...

રાજ્યની 182 બેઠકો માટે તા. 8 ડિસેમ્બરે મત ગણતરી, કમલમ કાર્યાલય ખાતે ભાજપના એજન્ટોની કાર્યશાળા

New Update
ગાંધીનગર : મત ગણતરી અર્થે ભાજપના એજન્ટોની કાર્યશાળા યોજાય, જરૂરી માર્ગદર્શન અપાયું...

રાજ્યની 182 બેઠકો ઉપર મતદાન પૂરું થયું છે, ત્યારે તા. 8 ડિસેમ્બર મત ગણતરી થશે. આ મતગણતરી માટે ગુજરાત ભાજપે ગાંધીનગર સ્થિત કમલમ કાર્યાલય ખાતે તેમના એજન્ટો માટે એક ટ્રેનીંગ સેશનનું આયોજન કર્યું હતું. જેમાં તમામ 182 વિધાનસભા બેઠકના એજન્ટો હાજર રહ્યા હતા.

આગામી તા. 8 ડિસેમ્બરના રોજ રાજ્યના અલગ અલગ જિલ્લામાં મત ગણતરી થવાની છે, ત્યારે આ મત ગણતરીમાં ભાજપ તરફથી ઉપસ્થિત રહેનાર એજન્ટોને ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે બોલાવવામાં આવ્યા હતા. કુલ 600 જેટલા એજન્ટો ટ્રેનીગ સેસન્સમાં હાજર રહ્યા હતા. ટ્રેનિંગ સેશન્સમાં ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ મત ગણતરી સમયે શું શું ધ્યાન રાખવું. જો કોઈ મુશ્કેલી થાય તો ચૂંટણી અધિકારીનું કેવી રીતે ધ્યાન દોરવું અને મત ગણતરીની નાનામાં નાની વિગતોથી એજન્ટોને વાકેફ કર્યા હતા. પ્રદીપસિંહ વાઘેલા જણાવ્યા અનુસાર, તા. 8 ડિસેમ્બરે મત ગણતરી સારી રીતે સંપન્ન થાય અને ચૂંટણી પંચની પ્રક્રિયાને વ્યવસ્થિત રીતે અનુસરવા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Latest Stories