ગીર સોમનાથ: સુત્રાપાડામાં 12 ઇંચ અને કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળ બંબાકાર

ગીર સોમનાથ જીલ્લા સુત્રાપાડામાં 12 ઇંચ અને કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળ બંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયું છે.

New Update
ગીર સોમનાથ: સુત્રાપાડામાં 12 ઇંચ અને કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળ બંબાકાર

ગીર સોમનાથ જીલ્લા સુત્રાપાડામાં 12 ઇંચ અને કોડીનારમાં 9 ઇંચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળ બંબાકારની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. ઠેર ઠેર પાણી ભરાય જતા જનજીવન પ્રભાવિત થયું હતું

ગીર સોમનાથ જિલ્‍લામા આભ ફાટ્યું છે. જિલ્લામાં ગતરાત્રીથી મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ અનરાધાર હેત વરસાવનું શરૂ કર્યા બાદ સવાર સુધીમાં સાબલેધાર વરસાદ વરસાવી દેતા પાણી પાણી કરી દીધું હતુ. જેમાં સુત્રાપાડામાં સાત કલાકમાં 12 ઇંચ, કોડીનારમાં સાતેક કલાકમાં 9 ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્‍થ‍િતિ સર્જાઇ છે. તો ભારે વરસાદના પગલે વેરાવળ-કોડીનાર વચ્‍ચે પેઢાવાડા પાસે હાઇવેના કામ અંર્તગત કઢાયેલા ડાયવર્ઝન સોમત નદીના પુરના પાણીમાં ગરકાવ થતા વાહન-વ્‍યવહાર ખોરવાઇ જતા બંન્‍ને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. આજના ભારે વરસાદના પગલે નિર્માણાધીન વેરાવળ-કોડીનાર નેશનલ હાઇવે ઉપર મોરડીયા અને પેઢાવાડા ગામની વચ્‍ચે પુલનું કામ ચાલી રહ્યુ હોવાથી કાઢવામાં આવેલું ડાયવર્ઝન સોમત નદીમાં આવેલા પૂરના ધસમસતા પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. આ ધસમસતા પૂરના પાણીમાં ડાયવર્ઝન ઘોવાઇ ગયું હતું. 

Latest Stories