Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : કાજલી ગામના 95 વર્ષીય વૃદ્ધાની અનોખી "લેખન ભક્તિ", 60થી વધુ ધાર્મિક પુસ્તક લખ્યા.

કાજલી ગામમાં રહેતા 95 વર્ષીય વૃદ્ધા વસુબા ઝાલાએ પોતાના હાથે 60થી વધુ ધાર્મિક પુસ્તકો લખી પોતાની અનોખી લેખન ભક્તિ દર્શાવી છે.

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામમાં રહેતા 95 વર્ષીય વૃદ્ધા વસુબા ઝાલાએ પોતાના હાથે 60થી વધુ ધાર્મિક પુસ્તકો લખી પોતાની અનોખી લેખન ભક્તિ દર્શાવી છે.

ધાર્મિક ભજનો, ઋષિમુનિઓ અને નદીઓના નામથી શરૂ કરી વેરાવળ તાલુકાના કાજલી ગામમાં રહેતા 95 વર્ષીય વૃદ્ધાએ પોતાની અનોખી લેખન ભક્તિ દર્શાવી છે. શિવપુરાણ, મહાભારત, રામાયણ અને ગીતાના વાંચન સાથે સાર કાઢીને કરેલું લેખન વસુબા ઝાલા તેમની પેઢીને સંસ્કાર સ્વરૂપે આપી રહ્યા છે. વસુબા ઝાલા છેલ્લા 50 વર્ષથી ધાર્મિક પુસ્તકો વાંચવાનો શોખ ધરાવે છે. તેઓએ ભગવાન શિવ, રામ, કૃષ્ણ અને દેવી દેવતાઓ પર ઘણા બધા ભાવગીતો પણ લખ્યા છે. તેઓએ છેલ્લા 11 વર્ષમાં 50થી 60 પુસ્તકો લખ્યા છે. જોકે, હજુ પણ તેઓ જીવનપર્યંત ધાર્મિક પુસ્તકો લખવાનું કાર્ય યથાવત રાખશે તેમ જણાવ્યુ હતું.

આ અંગે વસુબા ઝાલાના પુત્ર સુરપાલસિંહ ઝાલાએ જણાવ્યું હતુ કે, મારા માતા વહેલી સવારે 4 વાગ્યે ઉઠી જાય છે. આરતી-પુજા કર્યા બાદ તેઓ પુસ્તક લખવાનું શરૂ કરે છે, જ્યારે સાંજના સમયે મારા માતા ધાર્મીક સિરીયલો જુએ છે. માતા વસુબા ઝાલા છેલ્લા 11 વર્ષથી સ્વહસ્તાક્ષરે પુસ્તકો લખી રહ્યા છે. ઉપરાંત અમારા ઘરે આવતા તમામ લોકોને પણ ધાર્મીક વાતો માતા વસુબા ઝાલા જણાવે છે. સાથે જ અમારી પેઢીને સંસ્કાર સ્વરૂપે ધાર્મિક જ્ઞાન માતા વસુબા ઝાલા આપી રહ્યા છે.

Next Story