ગીર સોમનાથ : સોશિયલ મીડિયા પર મુકાયેલ વિડિયોના વિવાદમાં ખૂની ખેલ ખેલાયો, પોલીસે કરી હત્યારાની ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામે સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડિયોના વિવાદમાં હુમલો કરાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું,

New Update
  • વેરાવળમાં સોશિયલ મીડિયા વિવાદનું ખૂની પરિણામ

  • સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડિયોને લઈને વિવાદ

  • વિવાદ વધુ વકરતા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું

  • 3 ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા

  • હત્યારાની ધરપકડ સાથે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામે સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડિયોના વિવાદમાં હુમલો કરાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતુંજ્યારે 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર મામલે પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામમાં સોશિયલ મીડિયા પર મુકાયેલા વિડિયોને લઈને થયેલો વિવાદ હિંસક ઘટનામાં પરિણમ્યો છે. વાવડી ગામે આવેલ ભગીરથ પાન પાર્લર પર ગોપાલ સોલંકી અને મેવાડા પરિવાર વચ્ચે ઠપકો આપવા જેવી બાબતે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. જોકેઘટનામાં વચ્ચે પડેલા રાણા મેવાડાને ગોપાલ સોલંકીએ પેટના ભાગે છરીના ઘા મારતા તેનું મોત નિપજ્યું હતુંજ્યારે 3 લોકોને પણ છરીના ઘા વાગ્યા હતા. જેના કારણે ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પ્રભાસ પાટણ પોલીસે આરોપી ગોપાલ સોલંકી વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. તો બીજી તરફઆ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

Latest Stories