Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : બોગસ કંપની ઊભી કરી લોકોને ઊંચું વ્યાજ આપવાના નામે છેતરપિંડી કરનાર મામા-ભાણેજની ધરપકડ...

પ્રભાસ પાટણના રહેવાસી એવા મામા-ભાણેજે પોતાની બોગસ કંપની ઊભી કરી તેમાં રોકાણ કરનારને 10% વ્યાજ આપશે તેવું જણાવી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા.

X

ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણના રહેવાસી એવા મામા-ભાણેજે પોતાની બોગસ કંપની ઊભી કરી તેમાં રોકાણ કરનારને 10% વ્યાજ આપશે તેવું જણાવી અનેક લોકોને શીશામાં ઉતાર્યા હતા. એટલું જ નહીં કરોડો રૂપિયા ઉઘરાવ્યા બાદ પરત ન આપી ધાક-ધમકી આપવાનું શરૂ કરતા અંતે રોકાણકારોએ પીલીસ મથકે ફરીયાદ નોંધાવતાં ભાંડો ફૂટ્યો હતો.

ગીર સોમનાથ પોલીસે યોજેલ લોકસંપર્ક કાર્યક્રમમાં કેટલાક લોકોએ પોતે કરેલા રોકાણના પૈસા પરત આપવાને બદલે ધાક-ધમકીઓ મળતી હોવાની પોલીસને વિગત આપી હતી. જેના આધારે પ્રભાસ પાટણમાં રહેતા મામા હૂસેન ઊર્ફે સબ્બીર ભાદરકા અને તેનો ભાણેજ હારૂન ભાદરકા પોતે બોગસ પેઢી જે.એમ.એન્ટરપ્રાઇઝ નામની દુકાન ધરાવતા અને પોતે પવનચક્કી, કન્સ્ટ્રક્શન અને વીજ પોલ બનાવતી પોતાની કંપનીમાં ઇન્વેસ્ટ કરો તો મોટું વ્યાજ મળશે તેમ કહી અનેક લોકોને શિશામાં ઉતાર્યાની પોલીસને માહિતી મળી હતી, ત્યારે પોલીસે પ્રભાસ પાટણના મામા-ભાણેજના ઘરે તપાસ કરતા બોગસ જે.એમ.એન્ટરપ્રાઇઝના અનેક જરૂરી દસ્તાવેજો સહિત ચેક મળી આવ્યા હતા. જેથી પોલીસે બન્નેની અટકાયત કરી હતી. આ બાબતે રાજકોટમાં રહેતા અંજુમ સોરા પાસેથી રૂ. 1 કરોડ 18 લાખ 30 હજાર રોકાણના નામે લઈ અને પરત આપ્યા ન હોવાની પોલીસને માહિતી મળી હતી. હાલ આ બોગસ પેઢીના સંચાલકો સામે સમગ્ર રાજ્યમાંથી 7 ફરિયાદીઓ સામે આવ્યા છે. જેથી કરોડો રૂપિયાની છેતરપિંડી આ મામા-ભણ્યાએ કરી હોવાનું પોલીસને પ્રાથમિક અનુમાન છે.

Next Story