દીલ્હીમાં આવેલા લોટસ ટેમ્પલની પ્રતિકૃતિ હવે સોમનાથમાં જોવા મળશે. સોમનાથમાં ભાજપના નવા કાર્યાલય સોમ કમલમનું ભુમિપુજન કરવામાં આવ્યું....
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભાજપ તેનું દેશનું સૌથી ભવ્ય કમળ આકારનું કાર્યાલય બનવા જઇ રહ્યું છે. જેનું ભાજપ દ્વારા "સોમ કમલમ"નામ આપવામાં આવનાર છે. જેનું ભુમિપુજન પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું. દિલ્લીના લોટસ ટેમ્પલ જેવીજ ડિઝાઇન સાથે બનનાર આ સોમ કમલમ તમામ પ્રકારની સુવિધાઓથી સંપન્ન થશે.
જેમાં 400 અને 150 લોકોની ક્ષમતા ધરાવતા 2 હોલ પણ બનાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની સોમનાથ પ્રત્યેની આસ્થા થી સૌ કોઈ પરિચિત છે. ત્યારે ભગવાન સોમનાથના સાનિધ્યમાં આખા દેશનું સૌથી ઉત્તમ અને ભવ્ય ભાજપ કાર્યાલય બનવા જઈ રહ્યું છે. પાયાના કાર્યકરોથી લઈને નેતાઓ અને સંસ્થાઓનું અનુદાન લઈ આ કાર્યાલય સહિયારા પુરુષાર્થથી બનાવવામાં આવનાર છે. ત્યારે ઉગતા કમળના આકારનું આ કાર્યાલય "સોમ કમલમ" સમગ્ર દેશમાં નમૂનારૂપ કાર્યાલય બનશે અને સોમનાથ આવનારા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.