ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે ખાનગી કંપની દ્વારા માઈનિગ કરાતા વિવાદ સર્જાયો છે, ત્યારે નીતિ નિયમ વિરુદ્ધ કામગીરી થતા ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.
ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામે ખાનગી કંપની દ્વારા નીતિ નિયમ વિરુદ્ધ માઈનિગ કરાતા ખેડૂતોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. સ્થાનિક ખેડૂતે જણાવ્યું હતું કે, સિંગસર ગામે ખાનગી સિમેન્ટ કંપની દ્વારા વર્ષોથી માઈનિંગ કરવામાં આવી રહ્યુ છે, તે તમામ સરકારના નીતિ નિયમ વિરુદ્ધ થઈ રહ્યું છે. તેમજ કંપની દ્વારા હિટાચી અને જેસીબી જેવા મહાકાય મશીનોથી આ માઇનિંગ કરવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા રો-મટીરીયલ પરિવહનમાં પણ ખુલ્લા વાહનોમાં પરિવહન કરવામાં આવે છે. જેથી ઊડતી ધૂળના કારણે પાકને નુકસાન થતું હોવાના ખેડૂતોએ આક્ષેપ કર્યા છે.
જોકે, કંપની દ્વારા જે વિસ્તારમાં માઈનિંગ પૂરું થઈ ગયું છે, તે વિસ્તારમાં પાકી દીવાલ અથવા રેલીંગનું બાંધકામ કરવામાં આવ્યું નથી. જે ખુલ્લી હાલતમાં હોય જેથી તેમાં પશુ અને લોકોના પાડવાનો મોટો ભય ફેલાઈ રહ્યો છે. જોકે, અત્યાર સુધીમાં 3 બાળકોના માઇનિંગના ખાડામાં પડી જવાથી મોત પણ થયા હોવાના ગામલોકોએ કર્યા હતા.