Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : ધનતેરસે પોતાના શસ્ત્ર એવા કેમેરા સહિતના સાધનોનું વેરાવળ ફોટોગ્રાફર એસોસિએશને કર્યું પૂજન...

ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ધનતેરસ નિમિત્તે પોતાના શસ્ત્ર એવા કેમેરા સહિતના સાધનોનું શાસ્ત્રોક્ત વિધી અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.

X

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા ધનતેરસ નિમિત્તે પોતાના શસ્ત્ર એવા કેમેરા સહિતના સાધનોનું શાસ્ત્રોક્ત વિધી અનુસાર પૂજન કરવામાં આવ્યું હતું.

શું ધનતેરસના દિવસે માત્ર ધનની જ પૂજા કરી શકાય તેમ છે..? જોકે, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ફોટોગ્રાફર એસોસિએશન દ્વારા દ્વારા પોતાની આજીવિકા એવા કેમેરા, લેન્સ, કોમ્પ્યુટર, લેપટોપ સહિતના સાધનોનું પૂરી ભક્તિ અને શ્રદ્ધા સાથે સમૂહ પૂજન કરાય છે. તમને જરા આશ્ચર્ય જરૂર લાગશે, પરંતુ આ હકીકત છે. વેરાવળમાં છેલ્લા 10 વર્ષથી ફોટોગ્રાફર ભાઈઓ દ્વારા પોતાની આજીવિક એવા શસ્ત્ર એટલે કેમેરાનું પૂજન કરવામાં આવે છે, ત્યારે ધનતેરસના દિવસે કેમેરા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેરાવળ અને પાટણ તેમજ આસપાસના વિસ્તારના ફોટોગ્રાફર ભાઈઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.

નૂતન વર્ષે લોકો લક્ષ્મી પૂજન અને ચોપડા પૂજન કરતા હોય છે, ત્યારે વેરાવળના ફોટોગ્રાફરો દ્વારા ધનતેરસના પાવન દિવસે પોતાના શસ્ત્ર એવા કેમેરાનું પૂજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પ્રથમવાર વડાપ્રધાન બન્યા, ત્યારે તેમણે સૌ પ્રથમ સંસદમાં સાષ્ટાંગ પ્રણામ કરી પ્રવેશ કર્યો હતો. એ એટલા માટે કે, આપણે જે જગ્યાએ કામ કરવાના છે, અને જેનાથી કામ કરવાના છે, તેનું પહેલા પૂજન થવું જોઈએ. ફોટોગ્રાફરનું પણ મુખ્ય કામ અન્ય લોકોના શુભ પ્રસંગોને કેમેરામાં કંડારવાનું હોય છે, જેથી તેમના પ્રસંગોમાં પણ કોઈ વિઘ્ન ન આવે અને આનંદથી પૂર્ણ થાય તેથી જ ધનતેરસના દિવસે કેમેરા પૂજન કરવામાં આવ્યું હતું.

Next Story