ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા માછીમારોને દિવાળીની "ભેટ", ઈંધણ સહાય યોજનાની સબસિડીમાં કર્યો વધારો

દિવાળી પહેલાં રાજ્યના માછીમારો માટે ખુશખબર, ગુજરાત સરકારે માછીમારોના હિતમાં લીધો નિર્ણય

New Update
ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા માછીમારોને દિવાળીની "ભેટ", ઈંધણ સહાય યોજનાની સબસિડીમાં કર્યો વધારો

ગુજરાત રાજ્યના નાના માછીમારોના આર્થિક ઉત્થાન માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે માછીમારોને સહાયરૂપ થવા માટે વિવિધ મહત્વના નિર્ણયો કરીને દિવાળીની ભેટ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આઉટ બોર્ડ મશીન બોટ ધારક માછીમારોને ઈંધણ સહાય યોજનાની સબસિડીમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી આશરે 4 હજાર જેટલા નાના-ગરીબ આઉટ બોર્ડ મશીન બોટધારક માછીમારોને માછીમારીના ધંધામાં ઈંધણના વધતા જતા ભાવ સામે આર્થિક ફાયદો થશે. આ સાથે જ રૂપિયા 246 કરોડના ખર્ચે વેરાવળ ફેસ-2 બંદરની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે, ત્યારે વેરાવળ સહિત ગુજરાત રાજ્યના 1600 કિમી દરિયાકાંઠે વસતા 3.5 લાખ માછીમાર પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ અંગે અખિલ ભારતીય ફિશરમેન એસોસીએશનના પ્રમુખ તુલસી ગોહેલે જણાવ્યું હતું કે, માછીમારોના પડતર પ્રશ્નો અંગે અવાર નવાર મુખ્યમંત્રી, મત્સ્યઉદ્યોગ મંત્રી તેમજ સંબંધિત ખાતાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. જેના પગલે વેરાવળ બંદરે પાયાની સુવિધાઓ અપગ્રેડ કરવા માટેની લાંબા સમયથી માંગણી ચાલી રહી હતી.

Latest Stories