ગીર સોમનાથ : ઇકો ઝોનની આગથી રાક્ષસ હણાયો, દશેરાના દિવસે ગ્રામજનોએ નોંધાવ્યો અનોખો વિરોધ...

ઇકોઝોન ગીરના લોકો માટે રાક્ષસ સમાન જ છે, અને આ રાક્ષસ આવનારા સમયમાં ગીરના લોકોને ભરખી જાય એવી ભીતિ હોવાના કારણે દશેરાના દિવસે આ રાક્ષસનું દહન કરવામાં આવ્યું: પ્રવીણ રામ

New Update

ગ્રામ્ય વિસ્તારમાં ઇકો ઝોનના કાયદાનો ઉગ્ર વિરોધ

ઇકો ઝોનને સદંતર નાબૂદ કરવામાં આવે તેવી માંગ

દશેરાના દિવસે ઇકોઝોન નામના રાક્ષસનું દહન કરાયું

આ મામલેAAP નેતા પ્રવીણ રામએ પ્રતિક્રિયા આપી

ઇકોઝોન ગીરના લોકો માટે રાક્ષસ સમાન : પ્રવીણ રામ

ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સરકારના ઇકો ઝોન કાયદાને કાળો કાયદો માનવમાં આવી રહ્યો છે. ઇકો ઝોન સદંતર નાબૂદ કરવાની માંગ સાથે દશેરાના દિવસે ઇકોઝોન નામના રાક્ષસનું દહન કરી સાંકેતિક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

ઇકો ઝોનને લઈને ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર બહોળો વિરોધ થઈ રહ્યો છેત્યારે ઇકોઝોનના આંદોલનની આગ દશેરાના દિવસે ગીર પંથકના ગામડે ગામડે પહોંચી છે. ઇકો ઝોનના કાયદાને નાબૂદ કરવાની માંગ ઇકોઝોન નામના રાક્ષસનું દહન કરી ગ્રામજનોએ સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો. દશેરાના દિવસે જૂની પરંપરા પ્રમાણે રાક્ષસના દહનનો કાર્યક્રમ થતો હોય છેત્યારે ગીર વિસ્તારના લોકોએ ઇકોઝોનને જ રાક્ષસ ગણાવી તેનું દહન કર્યું હતું.

આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કેઇકોઝોન ગીરના લોકો માટે રાક્ષસ સમાન જ છેઅને આ રાક્ષસ આવનારા સમયમાં ગીરના લોકોને ભરખી જાય એવી ભીતિ હોવાના કારણે દશેરાના દિવસે આ રાક્ષસનું દહન કરવામાં આવ્યું છે. આ સાથે જ સરકારને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છેતેમજ માતાજીને પ્રાર્થના કરી છે કેઆવા ઇકોઝોનરૂપી રાક્ષસથી ગીરના લોકોને બચાવે. ઇકો ઝોન કાયદાને કાળો કાયદો ગણાવી ઇકો ઝોન સદંતર નાબૂદ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Read the Next Article

સાપુતારા: ચેઈન ચોરી કરનાર 2 આરોપીને સીસીટીવીના આધારે ઝડપી પાડતી પોલીસ

સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો જન્માષ્ટમીના દિવસે સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

New Update
Saputara Police

ડાંગના સાપુતારા ખાતે જન્માષ્ટમીના દિવસે સુરતના એક પરિવારની ચેઈન સ્નેચિંગની ઘટના બની હતી. ગીરીમથક સાપુતારા ખાતે ટૂંકા વેકેશન દરમિયાન પ્રવાસીઓનો ધસારો જોતા જન્માષ્ટમીને દિવસે સુરતનો એક પરિવાર સાપુતારા ખાતે ફરવા આવ્યો હતો. સાપુતારા સ્વાગત સર્કલ પાસે બે અજાણ્યા બાઈક ચાલકો સુરતના પરિવારને વાતમાં નાખી ગળામાં પહેરેલી સોનાની ચેઈન તોડીને ભાગી ગયા હતા.

ભોગ બનનારા સુરતના પરિવારના રાજેશ કથીરિયાએ સાપુતારા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરી સાપુતારા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તાત્કાલિક અસરથી જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસે સીસીટીવી તેમજ એન્ટી હુમન સોર્સના માધ્યમથી ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આ બંને આરોપીની કડક સઘન પૂછપરછ કરવામાં આવતા બંને આરોપીઓએ ગુનાની કબુલાત કરી હતી.સાપુતારા પોલીસે 1.08 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને આ બંને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા.