વેરાવળ નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, પાલિકા નિરાકરણમાં નિષ્ફળ !

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

New Update

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નગરમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગંદકીના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

રાજ્ય સરકાર ના સ્વચ્છ નગર... સ્વસ્થ નગરના સૂત્રનો વેરાવળ પાલિકા તંત્ર દ્વારા રીતસર નો ઉલાળીયો જ કરવામાં આવે છે.સામાન્ય રીતે સ્વચ્છતાની જવાબદારી પાલિકા તંત્રની હોય છે પરંતુ વેરાવળ શહેરમાં તો પાલિકા તંત્રના જ સફાઈ કર્મચારીઓ જાહેરમાં ગંદકી ફેલાવી રહ્યા છે અને આ ગંદકીના કારણે સર્જાયેલ નર્કાગાર સ્થિતિમાં રહેવા લોકો મજબૂર બન્યા છે.અહીંના રહીશો આ ગંદકીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે 
નગરપાલિકાના જ સફાઈ કર્મચારીઓ દ્વારા ગંદકી ફેલાવાતી હોવાનો વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.સાથે સાથે એવું પણ માને છે કે લાંબા સમયથી શહેર માટે મોટી સમસ્યા છે પરંતુ શહેરમાં ઘન કચરાના નિકાલ માટે પોઇન્ટ સિસ્ટમ હોવાથી આ સ્થિતિ નિર્માણ થતી હોવાનો લુલો બચાવ કર્યો હતો.
વેરાવળ શહેરમાં જાહેરમાં થતી ગંદકી ઉપરાંત જોખમી ખુલ્લી ગટરો લોકો માટે શિરદર્દ સાબિત થઈ રહી છે. પાલિકા તંત્રને લોકોની ફરિયાદ છતાં પેટનું પાણી હલતું નથી ત્યારે વેરાવળના નગરજનોને આ યાતનામાંથી ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું
#Dirt #Veraval #CGNews #Lack of cleanliness #Gujarat #Gir Somnath #Locals #drainage
Here are a few more articles:
Read the Next Article