ગીર સોમનાથ : વેરાવળની ફિશિંગ બોટની મહારાષ્ટ્રના તોફાની સમુદ્રમાં જળસમાઘી,અન્ય બોટ દ્વારા ખલાસીઓનું કરાયું રેસ્ક્યુ

ગીર સોમનાથના વેરાવળની એક ફિશિંગ બોટે મહારાષ્ટ્રના સમુદ્રમાં જળસમાધી લીધી હતી,જોકે અન્ય બોટ દ્વારા ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

New Update
  • ફિશિંગ બોટની મહારાષ્ટ્રના દરિયામાં જળસમાધી

  • ભીડીયા બંદરની પદ્માણી-10 નામની બોટની જળસમાધી

  • સમુદ્રમાં જળસમાઘીથી ખલાસીઓના જીવ તાળવે ચોંટ્યા  

  • ડૂબતા ખલાસીઓનું અન્ય ફિશિંગ બોટ દ્વારા કરાયું રેસ્ક્યુ

  • સમુદ્રમાં કરંટ વધતા તોફાની પાણીમાં માછીમારો માટે જોખમ 

ગીર સોમનાથના વેરાવળની એક ફિશિંગ બોટે મહારાષ્ટ્રના સમુદ્રમાં જળસમાધી લીધી હતી,જોકે અન્ય બોટ દ્વારા ખલાસીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથના વેરાવળના ભીડીયા બંદરની IND GJ 32 MM 6655 નંબરની પદ્માણી-10 નામની બોટ દરિયામાં ગરકાવ થઇ હતી.શામજી સાકર પાંજરીની માલિકીની ફિશિંગ બોટ તારીખ 18 ઓગષ્ટના રોજ ફિશિંગ માટે વેરાવળથી સમુદ્રમાં ગઈ હતી.ત્યારે તારીખ 19 ઓગષ્ટના રોજ મહારાષ્ટ્રના સમુદ્રમાં બોટે જળસમાધી લીધી હતી.જે અંગેની જાણ થતા જ અન્ય ફિશિંગ બોટના ખલાસીઓ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું,અને જળમગ્ન થયેલી ફિશિંગ બોટના ખલાસીઓનું સફળતા પૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.    

Latest Stories