/connect-gujarat/media/post_banners/e82edcf12ffcb10a64b2d49f288d65ab1ba5e009ee6a429abba06fd8c38caefa.jpg)
ગત વર્ષે વાવાઝોડા અને કમોસમી વરસાદ સહિતની અનેક આફતોનો સામનો કરનારા ગીર પંથકના ખેડુતોમાં નવું વર્ષ નવી આશાનો સંચાર લઇને આવ્યું છે. ગીરમાં કેસર કેરીઓના આંબા પર ફુલ આવવાની શરૂઆત થઇ છે.....
ગીર સોમનાથ જિલ્લાનો તલાલા પંથક કેસર કેરી માટે જગ વિખ્યાત છે. ગત વર્ષે ટાઉતે વાવાઝોડામાં આંબાવાડીઓમાં ભારે તબાહી અને વિનાશ જોવા મળ્યો હતો. કેસર કેરી પકવતાં ખેડુતોએ કુદરતી આફતો સામે હાર માન્યા વિના પરિશ્રમ ચાલુ રાખ્યો હતો. વર્ષ 2022નું વર્ષ તેમના માટે નવી આશાનો સંચાર લઇને આવ્યું છે. આંબાઓ ઉપર ફુલ આવવાની શરૂઆત થઇ ચુકી છે.
ગીર વિસ્તારમાં હજારોની સંખ્યામાં આંબાવાડીઓ આવેલી છે. જેમાં 25 ટકા જેટલી આંબાવાડીઓમાં આંબા ઉપર ફુલ આવ્યાં છે. આગામી દિવસોમાં મોટાભાગના આંબાઓ ઉપર ફુલ આવી જશે. શરૂઆતના તબકકાથી જ આંબાવાડીઓમાં મનમોહક દ્રશ્યો જોવા મળી રહયાં છે. ચાલુ સીઝનમાં કેસર કેરીનું ઉત્પાદન બમણું થવાની આશા છે. ઉત્પાદન વધવાના કારણે કેરીના રસિકો લાંબા સમય સુધી કેરીનો સ્વાદ માણી શકશે. કેસર કેરીના ભાવ વધારે હોવાથી ગરીબ તથા મધ્યમવર્ગને પરવડે તેમ નથી ત્યારે ઉત્પાદન વધવાથી કેરીના ભાવ પણ ઓછા થઇ શકે છે.