ગીર સોમનાથ : રૂ. 11 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરકારી કન્યા-કુમાર છાત્રાલયોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...

વેરાવળ અને ઉનામાં અદ્યતન 3 છાત્રાલયોનું નિર્માણ, સરકારી કન્યા અને કુમાર છાત્રાલયનું કરાયું લોકાર્પણ.

ગીર સોમનાથ : રૂ. 11 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સરકારી કન્યા-કુમાર છાત્રાલયોનું રાજ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું...
New Update

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને ઉના તાલુકામાં રૂપિયા 11 કરોડના ખર્ચે સરકારી કન્યા તેમજ કુમાર છાત્રાલયોનું રાજ્ય મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને ઉના તાલુકામાં રૂપિયા 11 કરોડના ખર્ચે અદ્યતન 3 છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે સરકારી કન્યા તેમજ કુમાર છાત્રાલયોનું રાજ્ય મંત્રી ભાનુ બાબરીયા અને ભીખુસિંહ પરમારના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

છેલ્લા 3 વર્ષથી ભાડાના મકાનમાં સરકારી છાત્રાલયો ચાલતા હતા, ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિકસિત જાતિના વિદ્યાર્થીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ લોકાર્પણ સમારોહમાં સાંસદ, ધારાસભ્યો, જિલ્લા કલેકટર, ડીડીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

#Veraval #Veraval News #Inauguration #Gir Somnath #school
Here are a few more articles:
Read the Next Article