ગીર સોમનાથ: ઇકો સેન્સેટિવ ઝોનના વિરોધ વચ્ચે તંત્ર દ્વારા લોકોને કાયદા અંગેની સમજ અપાય

વન વિભાગ દ્વારા ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતૂ.ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે ઇકો ઝોન પ્રાણીઓ અને ખેડૂતો બન્ને માટે ફાયદાકારક છે.

New Update

ગીર સોમનાથ જિલ્લામાં વિરોધ

ઇકો સેન્સેટિવ ઝોનનો વિરોધ નોંધાવાયો

તંત્ર દ્વારા લોકોને સમજ આપવાનો પ્રયાસ

કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાય

ખેડૂતોને કોઈ નુકશાન ન હોવાનો મત

ગીર વિસ્તારમા ઇકો  સેન્સટિવ ઝોનનો પ્રચંડ વિરોધ નોંધાયો છે.તો બીજી તરફ હવે વન વિભાગ દ્વારા પણ કવાયત શરૂ કરવામાં આવી છે.વન વિભાગ દ્વારા કલેકટરના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજી કાયદા અંગે સમજ આપવામાં આવી હતી
ગીર સોમનાથ જિલ્લા અને સમગ્ર ગીર વિસ્તારમાં ઇકોઝોનનો વિરોધ કિસાન સંઘ અને ખેડૂતો દ્વારા જોરશોરથી કરવામાં આવી રહ્યો છે જેને લઈ હવે વન વભાગ હરકતમા આવ્યું છે અને આખરે વન વિભાગે પણ ઇકો ઝોન લાગુ કરવા રણનીતિ બનાવી છે.વન વિભાગ દ્વારા ગીર સોમનાથ કલેકટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતૂ.ગીર સોમનાથ કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ બેઠકમાં ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી કે ઇકો ઝોન પ્રાણીઓ અને ખેડૂતો બન્ને માટે ફાયદાકારક છે. ઇકો ઝોનના આવવાથી ખેડૂતોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નહિ પડે.
અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથના 196 ગામોનો ઇકો ઝોનમાં સમાવેશ થયો છે.કિસાન સંઘ ખેડૂતોને સાથે રાખી લડત ચલાવી રહ્યું છે.તો રાજકીય પક્ષોએ પણ આ વિવાદમા ઝંપલાવ્યું છે.વન વિભાગનુ કેહવું છે  કે ખેડૂતોને ઇકો ઝોનથી કોઈ ફરક નહીં પડે. કારણ કે ગૃહ ઉદ્યોગ, તબેલા,મકાન બનાવવા અને ડેરી ખોલવા સહિતના તમામ વસ્તુઓ માટે છૂટછાટ છે. પરંતુ ખનન કરવું અને મોટા ઉદ્યોગો નહિ કરી શકાય જેથી ખેતી કે ખેડૂતોને ઇકો ઝોનથી કોઈ અસર નથી.
એક તરફ કિસાન સંઘ ગામડે ગામડે જઇ ખેડૂતોને એક કરી રહ્યું છે તો હવે વન વિભાગ અને તંત્ર પણ ગામડે ગામડે જઈ ગ્રામસભા યોજશે અને ઇકો ઝોનથી ખેડૂતોને કોઈ નુકશાન નથી અને ખોટી અફવાઓમાં ધ્યાન ન આપવા અપીલ કરશે.
#Gujarat Forest Department #Gir somnath news #gujarat forest #ઇકો ઝોન #ઇકો ઝોનનો વિરોધ #Opposite of eco zone #Eco zone #Eco Zone Virodh #Girsomnath Collector
Here are a few more articles:
Read the Next Article