Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ : આંબાના બગીચાઓમાં મધિયાનો રોગ વધ્યો, ખેડૂતોના માથે ચિંતાની લકીરો

ગીરનાં આંબાનાં બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો છે. આ રોગને કારણે કેસર પકવતા ખેડૂતોની ચિંતામા બમણો વધારો થયો.

X

ગીરનાં આંબાનાં બગીચાઓમાં ઓછા પાક વચ્ચે મધિયા નામનો રોગ વધ્યો છે. આ રોગને કારણે કેસર પકવતા ખેડૂતોની ચિંતામા બમણો વધારો થયો.....

ગીર વિસ્તારમાં પ્રથમવાર 'મધિયો ' રોગ જોવા મળ્યો છે. કેસર કેરીનાં બગીચાઓમાં પાક ખીલવાનો આખરી તબ્બકામાં આવેલ મોરમાં હાલમાં નાની કેરીઓ બંધાયેલી છે.તાલાલાગીર સહિત સમગ્ર ગીર વિસ્તારમાં પથરાયેલ આંબા વાડીયાઓમાં કેસર કેરીનો પાક બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે અને આંબાઓમાં મધિયો- તડતડીયો રોગ વધવા લાગતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

નવેમ્બર માસથી આંબાઓમાં મોર ફુટવાની પ્રક્રિયા શરૂ થતાં ખેડુતોએ આંબામાં આવતાં રોગ મધિયો, ફૂગ, કથીરી જેવા રોગો સામે દવાનો છટકાવો કર્યો હતો. આ વર્ષે હિટવેવને લઈ મધિયો ઓછો થવો જોઈએ તેમની જગ્યાએ સાનુકુળ વાતાવરણને લીધે વધી રહ્યો છે. અને જેની સીધી અસર કેસરનાં પાકમાં પણ થઈ શકે છે જેની સીધી અસસાર બજારમાં કેસરના ભાવ પર પડી શકે છે.

Next Story