/connect-gujarat/media/post_banners/4e0f14f41e331c44df4d9a356735545828dfed7674c5c603541d4fa6fb2b45c8.jpg)
આજે ચૈત્ર માસની શનિશ્ચરી અમાસના દિવસે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થમાં આવેલ મોક્ષ પીપળા ખાતે આજે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઊમટ્યું હતું. આજના વિશેષ દિવસે અનેક ભાવિકોએ કોરોના કાળમાં ગુમાવેલા પોતાના સ્વજનો માટે પિતૃ કાર્ય કર્યું હતું. કહેવાય છે કે, પ્રાચી તીર્થમાં આવેલ મોક્ષ પીપળા ખાતે ધર્મરાજ યુધિષ્ઠિર અને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પૂર્વજોની મોક્ષ ગતિ માટે મોક્ષ પીપળા ખાતે પિતૃ કાર્ય કર્યું હતું.
શાસ્ત્રોના મતે કહેવાયું છે કે, 100 વાર કાશી અને 1 વાર પ્રાચી, આ તીર્થની વિશેષતા એ છે કે, મોક્ષ પીપળાની સમીપમાં વહેતી સરસ્વતી નદી પૂર્વ વાહિની છે. જેથી નદીનો પ્રવાહ પૂર્વ દિશા તરફ ગતિ કરે છે. સાથે જ મોક્ષ પીપળાનું મહત્વ પણ ખૂબ અનેરું છે, ત્યારે આજે ચૈત્રી શનિશ્વરી અમાસે આ તીર્થમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. ઉપરાંત સમગ્ર ચૈત્ર માસ દરમ્યાન પ્રાચી તીર્થમાં કોરોના કાળ બાદ 2.50 લાખથી વધુ ભાવિકોએ પિતૃ તર્પણ કરાવી પોતાના પિતૃઓને મોક્ષ ગતિ આપી મનની શાંતિ મેળવી હતી. પ્રાચી તીર્થના મોક્ષ પીપળે એક વખત જળ ચઢાવવાથી પોતાના તમામ પિતૃઓની મોક્ષ ગતિ થાય છે, તેવી પણ લોકોમાં શ્રધ્ધા છે.