Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: વેરાવળના કાજલી માર્કેટિંગ યાર્ડમાં મગફળી રિજેક્ટ થતાં ખેડૂતોએ મચાવ્યો હોબાળો

મગફળી રિજેક્ટ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને ખેડૂતોએ મગફળીની ખરીદી રોકાવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

X

ગીર સોમનાથના વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડમાં મોટાભાગના ખેડૂતોની મગફળી રિજેક્ટ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો અને ખેડૂતોએ મગફળીની ખરીદી રોકાવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. સમગ્ર રાજ્યની સાથે સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ ટેકાના ભાવે ખરીદી શરૂ થઇ છે ત્યારે મોટાભાગના ખેડૂતોની મગફળી ખૂબ જ નાના એવા માર્જીનથી રિજેક્ટ થઈ રહી હોય તેવો ખેડૂતોના આરોપ છે. ત્યારે વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડ ખાતે આજના દિવસમાં 32 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા પરંતુ માત્ર બે જ ખેડૂતોની મગફળી ખરીદી હતી. મોટાભાગની મગફળી રિજેક્ટ થઈ રહી હોવાથી ખેડૂતો રોષે ભરાયા છે આ ઉપરાંત દૂરના ગામડામાંથી ભાડે ટ્રેક્ટર કરીને આવતા ખેડૂતોને ખરીદી પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ખેડૂતોની સમસ્યા એચએએલ ન થાય ત્યાં સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદી અટકાવવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

Next Story