/connect-gujarat/media/post_banners/338df4a4b627ba0f9214202e2d1ffb6aed89b40579a319f0e5b71b4b4da3a889.jpg)
સોમનાથ નજીકના દરિયા કિનારામાં એક પરણીતાએ જીવનનો અંત લાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું પરંતુ ગીર સોમનાથ જિલ્લા પોલીસના જાંબાઝ પોલીસ કર્મચારીની સાહસિકતા અને સમય સુચકતાને કારણે આ પરણીતાનો જીવ બચી ગયો હતો.
સોમનાથ નજીકના દરિયા કિનારે એક પરિણીતાએ કૌટુંબીક ઝગડાથી કંટાળી જીવનનો અંત લાવવા દરિયામાં ઝંપલાવ્યું હતું. જોકે, ગીર સોમનાથ જિલ્લા પોલીસના જાંબાઝ પોલીસ કર્મીએ સાહસિકતા અને સમય સુચકતા બતાવી મહિલાનો જીવ બચાવી લીધો હતો. આમ, ખાખીની સંવેદનશીલતા સામે આવતા લોકોએ બિરદાવી આવકારી હતી.
સામાન્ય સંજોગોમાં પોલીસની જવાબદારી કાયદો વ્યવસ્થાની સુચારૂ જાળવણીની હોય છે પરંતુ પોલીસ વિભાગ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે પણ હમેંશા તત્પર રહે છે તે વાતને સોમનાથના પોલીસ કર્મચારી મનોજગીરી ગોસ્વામીએ ચરિતાર્થ કરી બતાવી છે.પોલીસ કર્મચારી મનોજગીરીએ જણાવ્યુ હતું કે ગુજરાત પોલીસની નેમ છે નાગરિકોની સેવા સુરક્ષા અને શાંતિ.માટે પોતે જાનની પરવાહ કર્યા વગર પોતાની ફરજને પ્રથમ પ્રાધાન્ય આપી મહિલાનો જીવ બચાવ્યો છે. આમ પોલીસકર્મીએ માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડવાની સાથે પ્રશંસનીય કામગીરી કરી હોય જેને સર્વત્ર આવકારી રહ્યા છે.