-
ગીર સોમનાથમાં ટોલનાકા મુદ્દે રાજકીય ગરમાવો
-
60 કિ.મી.ના અંતરમાં ત્રણ ટોલનાકા હોવાનો આક્ષેપ
-
આપ નેતાએ સરકાર પર લગાવ્યો પ્રજાને લૂંટવાનો આરોપ
-
ટોલનાકા નિયમ વિરુદ્ધ હોવાના આપ નેતાનો આક્ષેપ
-
આપ નેતા સરકાર સમક્ષ કરશે ઉગ્ર રજૂઆત
ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરના અંતરમાં 3 ટોલનાકા બાબતે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી,સોમનાથ દાદાનાં ચરણોમાં શીશ ઝુકાવવા આવતા શ્રદ્ધાળુઓને લૂંટી લેવાનો ભાજપ પર આપ નેતા પ્રવિણ રામે ગંભીર આક્ષેપ કર્યો હતો.વધુમાં જણાવ્યું હતું કે ભાજપ એક બાજુ મત લેવા ધાર્મિક વાતો કરે અને બીજી બાજુ મહાદેવના ચરણોમાં આવતા ભક્તોને ટોલનાકાના નામે લૂંટવાનું કામ કરી રહી છે.
આ ઉપરાંત તેઓએ ગીર સોમનાથ જિલ્લામાં 60 કિલોમીટરમાં ત્રણ ટોલનાકા નિયમ વિરુદ્ધ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતુ.અને બિન જરૂરી ટોલનાકા હટાવવા માટે સરકારમાં રજૂઆત કરવાની તૈયારી તેઓએ દર્શાવી હતી.જો તેમ છતાં પણ સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો મહાદેવના ભક્તો માટે અને સામાન્ય જનતા માટે આપ નેતા પ્રવીણ રામે લડત લડવાની પણ તૈયારી બતાવી હતી.