ગીર સોમનાથ : મેઘરાજાએ કર્યો સોમનાથ મહાદેવને શ્રીકાર "જળાભિષેક", જીલ્લામાં જામ્યો વરસાદી માહોલ

વહેલી સવારથી જ ગીર સોમનાથમાં વરસાદની એન્ટ્રી, સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી.

New Update
ગીર સોમનાથ : મેઘરાજાએ કર્યો સોમનાથ મહાદેવને શ્રીકાર "જળાભિષેક", જીલ્લામાં જામ્યો વરસાદી માહોલ

શ્રાવણ માસના શુભારંભે ગીર સોમનાથ જીલ્લાના સોમનાથ મહાદેવને જાણે મેઘરાજાએ શ્રીકાર જળાભિષેક કર્યો હોય તેમ વરસાદ વરસ્યો છે, ત્યારે વહેલી સવારથી વરસી રહેલા વરસાદના કારણે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-સોમનાથ અને સુત્રાપાડા શહેર અને પંથકમાં વહેલી સવારથી મેઘરાજાની ધીમી ધારે પધરામણી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સમગ્ર જીલ્લામાં મેઘસવારી અવિરત ચાલુ રહેતા 2.5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે સુત્રાપાડા અને તાલાલામાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. તો સાથે જ અઠવાડિયાના વિરામ બાદ વરસેલા વરસાદના પગલે જગતનો તાત પણ ખુશખુશાલ બન્યો છે. શ્રાવણ માસના શુભારંભે જ સોમનાથ મહાદેવને જાણે મેઘરાજાએ શ્રીકાર જળાભિષેક કર્યો હોય તેવા આહલાદક દ્રશ્યો જોવાં મળ્યા હતા.

Latest Stories