Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથ: સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણચંદ્રક સન્માન સમારોહ યોજાયો

સંસ્કૃત ભાષામાં યોગદાન આપનારનું કરાય છે સન્માન, બે વિદ્વાનોનું કરાયું સન્માન.

X

સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણચંદ્રક સન્માન સમારોહ યોજાયો હતો. સંસ્કૃત ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે નોંધપાત્ર કાર્ય કરનાર બે વિદ્વાનોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

આપણો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસો સંસ્કૃત ભાષામાં છે જેથી વર્ષ ૧૯૯૬ થી પ્રતિવર્ષ "શ્રી સોમનાથ સુવર્ણચંદ્રક' દ્વારા સંસ્કૃતભાષાના વિદ્વાનોને સન્માનિત કરવાની પરંપરા શરૂ કરવામાં આવી છે. રવિવારે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી.પરમારની અધ્યક્ષતામાં સુવર્ણચંદ્રક સન્માન સમારોહ યોજાયો હતો જેમાં વર્ષ ૨૦૨૦ નો સુવર્ણ ચંદ્રક ડૉ.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી અને ૨૦૨૧ નો ડૉ.હર્ષવદન મનસુખલાલ જાનીને અર્પણ કરવામાં આવ્યો હતો.ડૉ.જયપ્રકાશ નારાયણ દ્વિવેદી એ દેશ-વિદેશમાં સંસ્કૃત ભાષા માટે દ્વારકાધીશ એકેડેમી એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારકા દ્વારા સંસ્કૃત ભાષાની એક નવી ઉંચાઈ બક્ષી છે. તેમજ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસારમાં તેમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે.

આવી જ રીતે ડૉ.હર્ષવદન મનસુખલાલ જાની જેઓ સંસ્કૃત ભાષાના સંશોધક રહ્યા છે. તેઓએ સંસ્કૃતમાં અને કાવ્યો, નાટ્યસંગ્રહ, કહાની, ઉપન્યાસ, વિવેચનનું પ્રદાન કરેલું છે. આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે ગુજરાત સાહિત્ય અને સંસ્કૃત અકાદમીના અધ્યક્ષ ડો.વિષ્ણુભાઇ પંડ્યા તેમજ ટ્રસ્ટી પ્રવિણચંદ્ર લહેરી ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી જોડાયા હતા.

Next Story