ગીર સોમનાથ : રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ગીર ગઢડા-દ્રોણેશ્વર ગુરુકુળમાં અત્યાધુનિક છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું.

New Update
  • ગીર ગઢડામાં 51 ગામની દીકરીઓ માટે નવી શરૂઆત

  • દ્રોણેશ્વર ગુરુકુળમાં અત્યાધુનિક છાત્રાલયનું ખાતમુહૂર્ત

  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

  • છાત્રાવાસ સાથે ઉત્તમ શિક્ષણ ઉપલબ્ધ થશે : મુખ્યમંત્રી

  • ઉદ્યોગપતિઓઆગેવાનોસંસ્થાના હરિભક્તોની ઉપસ્થિતિ

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં ઉદ્યોગપતિઓરાજકીય આગેવાનો તેમજ સંસ્થાના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિસંસ્કારસદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસ.જી.વી.પી.ગુરુકુળ ખાતે સંત માધવપ્રિયદાસજી સ્વામી તથા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રૂ. 20 કરોડના ખર્ચે નિર્માણ પામનાર અત્યાધુનિક સુવિધાઓ સાથેના કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કેદરેક સમસ્યાનું સમાધાન જ્ઞાન છે. જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છેત્યારે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીર ગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે.

આ ગુરુકુળ દ્વારા આ છેવાડાના વિસ્તારમાં 51 ગામના 10 હજાર દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છેતે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છેતે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ મુખ્યમંત્રીએ હર્ષભેર જણાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશ કસવાળા સહિત ઉદ્યોગપતિઓરાજકીય આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં સંસ્થાના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.