ગીર સોમનાથ : રાજ્ય સરકાર દ્વારા 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનું આયોજન, મુખ્યમંત્રીએ કર્યા શ્રી સોમનાથ મહાદેવના દર્શન

રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનો જગવિખ્યાત સોમનાથ ખાતેથી પ્રારંભ થવાનો છે, ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા માટે ચિંતન અને મંથન કરશે.

New Update
Advertisment
  • ગુજરાતની વિકાસયાત્રાને શિખર પહોંચાડવા ચિંતન-મંથન

  • રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનું આયોજન

  • શિબીર દરમ્યાન મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા કરાશે

  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કર્યા શ્રી સોમનાથ મહાદેવના દર્શન

  • મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિ

Advertisment

રાજ્ય સરકારની 11મી ત્રિદિવસીય ચિંતન શિબીરનો જગવિખ્યાત સોમનાથ ખાતેથી પ્રારંભ થવાનો છેત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળના સભ્યો અને વરીષ્ઠ અધિકારીઓ ગુજરાતના વિકાસયાત્રાને શિખર પહોંચાડવા માટે ચિંતન અને મંથન કરશે.

આજથી ગુજરાત સરકાર દ્વારા આયોજિત 11મી ત્રિદિવસીય ચિંતન શિબીર સોમનાથ ખાતે શરૂ થવા જઈ રહી છેત્યારે આ ચિંતન શિબીરમાં રોજગારીની તકોગ્રામ્ય સ્તરે આવક વૃદ્ધિસરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચપ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા અને સામુહિક મંથન-ચિંતન કરવામાં આવનાર છે.

ચિંતન શિબીરના પ્રારંભ પૂર્વે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન અને ગંગાજળ અભિષેક કરી મહાદેવને પૂજા સામગ્રી અને પુષ્પમાળા અર્પણ કરી હતી. આ અવસરે સોમનાથના ટ્રસ્ટી જે.ડી.પરમાર અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ વડે સ્વાગત અભિવાદન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ઉપસ્થિત પ્રવાસન મંત્રી મુળુ બેરાએ શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર પૂજા કરી ધન્યતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફઆપ નેતા પ્રવિણ રામની ચીમકીના પગલે એસ.પી. મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વધુ સઘન બનાવાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કેપ્રવીણ રામે મુખ્યમંત્રીને પત્ર લખી ઇકોઝોન તેમજ જિલ્લાના અન્ય સળગતા મુદ્દાઓ પર ચિંતન કરવા માટે સમય માંગ્યો છે.

Latest Stories