કમોસમી વરસાદને પગલે ખેડૂતોને નુકસાન
ખેતીના ઉભા પાકમાં થયું છે નુકસાન
નુક્સાન અંગે સર્વેની કામગીરીનો પ્રારંભ
ગ્રામ સેવકો અને VCC સભ્યોની ટીમ દ્વારા સર્વે
કૃષિ પ્રગતિ” એપ્લિકેશનન માધ્યમથી સર્વે
ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે તંત્ર દ્વારા વિશાળ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા કમોસમી વરસાદના કારણે મગફળી,સોયાબીન,કપાસ, ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.આ કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે. હાલ તંત્ર દ્વારા ખેડૂતોને થયેલા નુકસાનની વિગતવાર માહિતી મેળવવા માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે.આ સર્વે “કૃષિ પ્રગતિ” એપ્લિકેશન મારફતે ઓનલાઇન ડિજિટલ રીતે હાથ ધરાઈ રહ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકામાં સુત્રાપાડા 46 ગામ,કોડીનાર 61,વેરાવળના 55,ઉનાના 78,તાલાળા 46,ગીર ગઢડા 58 મળી જિલ્લાના કુલ 345 ગામોમાં 155થી વધુ ગ્રામ સેવકો અને VCC સભ્યો દ્વારા સર્વે કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 7 દિવસમાં સર્વે પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.જ્યાં ઓનલાઇન સર્વે શક્ય ન હોય, ત્યાં તંત્ર દ્વારા ખેતરના પાકના અક્ષાંશ-રેખાંશ સાથેના ફોટોગ્રાફ્સ લઈને નુકસાનનો પુરાવો રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે. આ ડેટા આધારે આગળ વળતર પ્રક્રિયા માટેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.