એક માસ પહેલા પાકિસ્તાન જેલમા મૃત્યુ પામેલા માછીમારનો મૃતદેહ વતન સુત્રાપાડા પહોચતા પરિવારજનોએ ભારે હૈયે અંતીમ વિધિ કરી વિદાય આપી હતી
ગીર સોમનાથના સુત્રાપાડા બંદર ખાતે રહેતા જેન્તી સોલંકી નામના માછીમાર વર્ષે 2020ની ફેબ્રુઆરીમાં પોરબંદરની રસુલ સાગર નામની બોટમાં માછીમારી કરવા ગયા હતા. જે દરમિયાન પાકિસ્તાની મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા બોટ અને તેમાં સવાર માછીમારોનું અપહરણ કરાયું હતું જેમાં જેન્તી સોલંકી તથા અન્ય માછીમારોને જેલમાં બંધક બનાવાયા હતા.
પાકિસ્તાનની જેલમાં જેન્તિ સોલંકીનું મૃત્યુ થયુ હતું. એક માસના લાંબા સમય બાદ મૃતક માછીમાર નો મૃતદેહ વાઘા-અટારી બોર્ડર પર ભારતીય ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.વાઘા બોર્ડરે થી તેમનો મૃતદેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો જ્યાંથી મૃતદેહને વેરાવળના ફિશરીઝ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. ફિશરીઝ અધિકારીઓ દ્વારા એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને પરિવારને સુપ્રત કરાયો હતો.પાર્થિવ દેહ વતનમાં પહોંચતા પરિવારજનોએ અને ગ્રામજનોએ ભારે હૈયે તેઓની અંતિમ વિધિ કરી હતી