ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભાવીકોને હવે, નહીં નડે આકરો તાપ અને વરસાદ...

શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મહાદેવના દર્શનનો અનેરો મહિમા, ભાવિકો વરસાદ અને આકરા તાપથી બચી શકે તેવું આયોજન

New Update
ગીર સોમનાથ : સોમનાથ મહાદેવના દર્શને આવનાર ભાવીકોને હવે, નહીં નડે આકરો તાપ અને વરસાદ...

આગામી શ્રાવણ માસ પૂર્વે સોમનાથ મંદિરે દર્શન કરવા માટે આવતા ભાવિકો માટે મંદિર પરિસરમાં અધ્યતન રાવટીઓ કાર્યરત કરવામાં આવી છે. જેથી લોકો શાંતિથી તડકો કે, વરસાદના વિઘ્ન વિના સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તેવી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

કોરોના મહામારી બાદ સોમનાથ તીર્થમાં ભારે માત્રામાં ભાવિકોની સંખ્યા વધી રહી છે, ત્યારે સોમનાથ તીર્થમાં આગામી શ્રાવણ માસ પૂર્વે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રવેશથી લઈ અને મંદિર પરિસર સુધી અધ્યતન પ્રકારની 20થી વધુ રાવટીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ભારે માત્રામાં જ્યારે સોમનાથમાં ભાવિકોની લાંબી કતારો લાગતી હોય છે, ત્યારે આગામી શ્રાવણ માસ નજીક હોય અને લોકો કતારોમાં ઊભા હોય ત્યારે વરસાદ કે, તડકો ભાવિકોને ન લાગે તે માટે અધ્યતન પ્રકારની ફાઈબરની 20થી વધુ રાવટીઓ કાર્યરત કરવામાં આવી છે. સોમનાથ આવનાર ભાવિકો શાંતિથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકે તેવી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ ઓમ ૐ નમઃ શિવાયના નાદથી સોમનાથ તિર્થ ભાવિકોથી ધમધમતું થાય તેવી ભક્તો પણ સોમનાથ દાદાને પ્રાર્થના કરી રહ્યા છે.

Latest Stories