• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

ગીર સોમનાથ: વેરાવળમાં બે પાડોશી યુવાનોની કરતૂત, વૃદ્ધાના બેંક ખાતામાંથી રૂ.17.60 લાખ ટ્રાન્સફર કરી લીધા

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં બે યુવાનોએ વૃદ્ધ મહિલા સાથે રૂપિયા 17.60 લાખની ઠગાઈ કરી હતી.શાતીર ભેજાબાજોએ ફોન કરવાના બહાને તેમનો ફોન મેળવીને રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા,જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

author-image
By Connect Gujarat Desk 19 Dec 2024 in ગુજરાત સમાચાર
New Update
  • બે પાડોશી યુવાનો દ્વારા છેતરપિંડીનો મામલો

  • નિવૃત મહિલા રેલવે કર્મચારી બન્યા ભોગ

  • વૃદ્ધાનાં બેંક ખાતામાંથી 17.60 લાખ ટ્રાન્સફર કરી ઠગાઈ

  • વૃધ્ધાનો મોબાઈલ મેળવીને કરી છેતરપિંડી

  • પોલીસે બંને શખ્સોની કરી ધરપકડ

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં બે યુવાનોએ વૃદ્ધ મહિલા સાથે રૂપિયા 17.60 લાખની ઠગાઈ કરી હતી.શાતીર ભેજાબાજોએ ફોન કરવાના બહાને તેમનો ફોન મેળવીને રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા,જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં રહેતા વૃધ્ધા પાસેથી તેમનો ફોન કોલ કરવાના બહાને મેળવીને PAYTM એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી,અને તેમના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 17.60 લાખની રકમ અન્ય બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા.વેરાવળની હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા વિજય મોકરીયાને પૈસાની જરૂર હોય નિવૃત્ત રેલવે કર્મચારી એવા તેમના માતા કાંતાબેનને સાથે લઈ એસબીઆઈ બેંક ખાતે તેમના ખાતામાંથી એક લાખની રકમ ઉપાડવા ગયા હતા. ત્યાં સ્લીપ ભરીને આપતા બેંકના કેશિયરે ખાતામાં માત્ર રૂપિયા 51 હજાર 409 જ હોવાનું જણાવતા તેમણે 50 હજાર ઉપાડી લીધા હતા.

તેથી તેમણે માતાના  બેંક એકાઉન્ટનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ કઢાવતા માતાના મોબાઈલ નંબરના UPIથી અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા 17.60 લાખની રકમ ટ્રાન્સફર કરાઈ હોવાનું ખુલ્યું હતું. આ અંગે તેમણે તેમના માતા કાંતાબેનને પૂછતાં તેમણે જણાવ્યું કે પાડોશમાં રહેતા સચીન રસિકભાઈ પટેલ તથા કુણાલ વાઘેલા તેમની પાસેથી તેમનો મોબાઈલ અવાર નવાર કોલ કરવા માટે લઇ જતા હતા.

બંનેએ કાંતાબેનની જાણ બહાર મોબાઇલમાં PAYTM એપ્લીકેશન ડાઉનલોડ કરી મોબાઈલ દ્વારા તેમના ખાતામાંથી કટકે-કટકે રૂપિયા 17.60 લાખની રકમ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરી હતી.આ અંગે સચીન પટેલને પૂછવામાં આવતા તેને આ રકમ ટ્રાન્સફર કરી હોવાની કબૂલાત કરી હતી.જોકે બંને ભેજાબાજો સામે રૂપિયા 17.60 લાખની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.અને બંને ઠગબાજોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#UPI #CGNews #Gujarat #Gir Somnath #Money Transfer #Accused arrested #Scam
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by