/connect-gujarat/media/post_banners/79b41adb7589e844d8decd6c00f8f0896431ceb3bc57f910c88eba345936fdab.jpg)
ગીર-સોમનાથના સાગરખેડુ એવા ખારવા સમાજના સમૂહલગ્ન માં કેન્દ્રીય મંત્રી રૂપાલા મહેમાન બન્યા હતા .પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા 78 નવયુગલોને આશીર્વાદ પાઠવ્યા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં દરિયા પટ્ટી વિસ્તારમાં માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવતો ભીડીયા ખારવા સમાજ દાયકાઓથી સમૂહ લગ્ન યોજી રહ્યો છે.ભીડીયા ખારવા સમાજની એક વિશેષતા એ છે કે પ્રતિવર્ષ સમૂહ લગ્નના માધ્યમથી જ આ સમાજમાં લગ્ન થાય છે કોઈપણ પરિવાર સ્વતંત્ર રીતે એકલા લગ્ન યોજતો નથી. માછીમારી કરતો નાનો એવો સમાજ આટલા ઉમદા મૂલ્યો ધરાવીને સૌ કોઈને સામાજિક સમરસતા ની પ્રેરણા આપે છે ત્યારે ગીર સોમનાથમાં યોગ કાઉન્ટ ડાઉન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલા ભીડીયા ખારવા સમાજના સમુહલગ્નોત્સવ માં અતિથિ વિશેષ બની પધાર્યા હતા અને આયોજકો અને સમાજને બિરદાવ્યા હતા.તે સાથે જ 78 જેટલા નવયુગલો કે જેઓ પ્રભુતામાં પગલાં પડી રહ્યા છે તેઓને આશીર્વચન આપ્યા હતા.