ગીર સોમનાથ : વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, વાંધાજનક વસ્તુ ન મળી આવતા ભયનો માહોલ શાંત પડ્યો

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

New Update
  • વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ

  • બોમ્બ સ્ક્વોડ અને સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું

  • કોર્ટનેRDX બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા મળી હતી ધમકી

  • બોમ્બ હોવાની વાતે સમગ્ર કોર્ટ સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું

  • કોર્ટ સંકુલમાંથી કોઈપણ વાંધાજનક વસ્તુ મળી ન આવી :DYSP

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા બોમ્બ સ્ક્વોડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ કોર્ટનેRDX બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ દ્વારા ધમકી મળ્યા બાદ સમગ્ર કોર્ટ પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. આ મામલે ડિસ્ટ્રીક જજ વિક્રમસિંહ ગોહિલ દ્વારા તાત્કાલિક સુરક્ષા એજન્સીઓને જાણ કરવામાં આવી હતીત્યારે કોર્ટનું જૂનું બિલ્ડીંગ સહિત સમગ્ર સંકુલ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. આ સાથે જ વકીલોઅસીલો તેમજ અન્ય લોકોની સુરક્ષા અને સલામતી માટે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમ્યાન વેરાવળ કોર્ટ બહાર મુખ્ય માર્ગ પર વકીલો અને અસિલોનો જમાવડો જોવા મળ્યો હતો. ઘટનાના પગલે સૌકોઈમાં ઉચાટનો માહોલ સર્જાયો હતો.

તો બીજી તરફબોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એલસીબીએસઓજી સહિતની સુરક્ષા એજન્સીઓ પણ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચી હતી. જોકેએક કલાકની તપાસ બાદ વેરાવળ કોર્ટ સંકુલમાં બોમ્બ હોવાની વાત અફવા સાબિત થઈ હતી. સઘન ચેકિંગના અંતે કોર્ટ સંકુલમાંથી કોઈપણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી. જેથી સંપૂર્ણ કોર્ટ સંકુલને ફરીથી કાર્યરત કરવા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ ઘટનાથી વેરાવળમાં સર્જાયેલો ભયનો માહોલ અંતે શાંત પડ્યો હતો.

Read the Next Article

અમરેલી : રૂ. 4.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બગસરા આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ...

 અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

New Update

બગસરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું

રૂ. 4.28 કરોડના ખર્ચે આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું

આરોગ્ય કેન્દ્ર 34 ગામના ગ્રામજનોને સેવા આપશે

મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનોની ઉપસ્થિતિ

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં રૂપિયા 4 કરોડ 28 લાખના ખર્ચે નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ આરોગ્ય કેન્દ્ર બગસરા શહેર અને આસપાસના 34 ગામના લોકોને સેવા પૂરી પાડશે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 30 બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત જનરલ વિભાગડાયાલિસિસ વિભાગએક્સ-રે વિભાગલેબોરેટરી વિભાગલેબર વિભાગઓપરેશન થિયેટર વિભાગએમ્બ્યુલન્સ વિભાગઆઈસીપીસીસી વિભાગ અને ફિઝિયોથેરાપી વિભાગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ કેન્દ્રમાં 33 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કેઅમરેલી એક પાણીદાર જિલ્લો છે. બગસરામાં કરોડોના ખર્ચે હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું છેઅને ધારીમાં પણ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું છેત્યારે રાજ્ય સરકાર આરોગ્યની સુવિધાઓ વધારવા માટે સતત કાર્ય કરી રહી છે. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય જે.વી.કાકડિયાધારાસભ્ય જનક તળાવિયાજિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીજિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.